બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / holi-gift-for-central-government-employees-govt-offers-rupees-10000-festival-advance

યોજના / સરકાર આ લોકોને આપી રહી છે 10,000 રૂપિયા, તહેવારોમાં નહીં પડે પૈસાની તકલીફ

Nirav

Last Updated: 08:41 PM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સરકારી કર્મચારીઓની હોળી આ વખતે વધુ રંગીન અને ખુશહાલ બની છે. મોદી સરકારે તેના કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ રજૂ કરી છે.

  • મોદી સરકારની મોટી યોજના
  • કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત 
  • તહેવાર પૂર્વે લોન્ચ કરી ખાસ યોજના

કેન્દ્રીય સરકારી કર્મચારીઓની હોળી આ વખતે વધુ સારી જશે. મોદી સરકારે તેના કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ યોજના રજૂ કરી છે. 29 માર્ચે હોળીનો તહેવાર છે, દર મહિનાના અંતમાં સામાન્ય રીતે કર્મચારીઓનો પગાર EMI માં જતોહોય છે અને ઘરના બાકીના ખર્ચ પેટે. તેથી, કર્મચારીઓની હોળીનો તહેવાર ખુશીઓ સાથે પસાર થાય તે માટે મોદી સરકારનો આ નિર્ણય મહત્વનો પુરવાર થાશે.

આ યોજના 7માં પગાર પંચમાં સામેલ કરવામાં આવી નહોતી

આ નિર્ણય હજુ વધુ ખાસ એટલા માટે છે કારણ કે ફેસ્ટિવલની એડવાન્સ યોજના 7 મા પગારપંચમાં સામેલ કરવામાં આવી ન હતી, જ્યારે છઠ્ઠા પગારપંચમાં એડવાન્સ યોજના હેઠળ 4500 રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 10,000 રૂપિયા સુધીની એડવાન્સ લઈ શકે છે,અ અહીં ખાસ બાબત એ છે કે તેઓએ તેના પર કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં. સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ કર્મચારીઓ માટે 31 માર્ચ 2021 સુધી ખુલ્લી છે.

તમે 10 હપ્તામાં રકમ પરત કરી શકો છો

અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે તહેવારો માટે આપવામાં આવેલું આ એડવાન્સ પ્રી લોડેડ હશે. આ નાણાં પહેલાથી જ કેન્દ્રીય કર્મચારીઓના એટીએમમાં ​​ઉપલબ્ધ થઈ જશે. ફક્ત તેઓએ ખર્ચ કરવો પડશે. કર્મચારી 10 હપ્તામાં 10,000 રૂપિયાની આ રકમ પરત આપી શકે છે.

કર્મચારીઓને પ્રીપેડ રૂપે કાર્ડમાં 10,000 રૂપિયા મળશે

આ એડવાન્સ રકમ તમામ કેન્દ્રીય કર્મચારીઓને પ્રીપેડ રૂપે કાર્ડ દ્વારા આપવામાં આવશે. વળી, રાજ્ય સરકારો પાસે પણ કેન્દ્ર સરકારની જેમ તેમના કર્મચારીઓને તહેવારની એડવાન્સ આપવાનો વિકલ્પ હશે. છઠ્ઠા પગારપંચમાં કર્મચારીઓને 4500 રૂપિયાના તહેવારની એડવાન્સ આપવાની જોગવાઈ હતી. બિન-ગેઝેટેડ અધિકારીઓ અને કર્મચારીઓ આ એડવાંસ યોજનાનોલાભ લઈ શકશે.

31 માર્ચ સુધીમાં ખર્ચ કરવો પડશે

હવે સરકારે એડવાન્સની રકમ વધારીને 10,000 રૂપિયા કરી દીધી છે. જેનો સાતમા પગારપંચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ રકમ ફક્ત આ નાણાકીય વર્ષ માટે જ ખર્ચ કરવાની છે અને 31 માર્ચ, 2021 સુધી, ત્યાં જે પણ નાણાં છે. આ પહેલા કેન્દ્ર સરકારે જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ બાકી પડતર મોંઘા ભથ્થા અને મોંઘવારી રાહત આપવાનો નિર્ણય લીધો છે.

જુલાઈથી ડી.એ. પણ મળશે

કેન્દ્ર સરકારે કોરોના રોગચાળાને કારણે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 ના ​​રોજ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનાં ત્રણ હપ્તા ફ્રીઝ કરી દીધા હતા. હવે આ હપ્તા જુલાઈથી આવવાનું શરૂ થશે જે મોટી રાહત આપશે બીજી બાજુ, નવો વેતન કોડ 1 એપ્રિલથી લાગુ થઈ શકે છે, ત્યારબાદ કર્મચારીઓના પગારમાં વધારો થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus central employees festival scheme modi government યોજના Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ