બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Holi celebration will not be held in a big clubs of Ahmedabad

BIG NEWS / હોળી સેલિબ્રેશનનો પ્લાન બનાવતાં હોવ તો પહેલાં આ વાંચી લો, અમદાવાદની નામાંકિત ક્લબોએ લીધો મોટો નિર્ણય

Dhruv

Last Updated: 12:24 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હજુ તો સંપૂર્ણપણે કોરોના ગયો નથી. ત્યારે આવી સ્થિતિમાં હોળીને લઇને અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. એટલે કે આ વર્ષે પણ અમદાવાદની ક્લબોમાં હોળી-ધુળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

  • અમદાવાદની નામાંકિત ક્લબોમાં નહીં થાય હોળી સેલિબ્રેશન
  • રાજપથ, કર્ણાવતી, YMCAમાં નહીં ઉજવાય હોળી
  • રેઇન ડાન્સમાં કોરોના ફેલાવાની ભીતિ

હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં પહેલાં કરતા થોડોક આંશિક ઘટાડો થયો છે. ત્યારે સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ તો આપી દેવાઇ છે. પરંતુ રાજ્યમાંથી હજુય કોરોના સંપૂર્ણપણે ચાલ્યો નથી ગયો. ત્યારે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદની ક્લબો દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. શહેરની નામાંકિત ક્લબો જેવી કે રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં કરાય.

જનતાના હિતમાં નામાંકિત ક્લબોએ લીધો મહત્વનો નિર્ણય

રાજ્યમાં કોરોનાનું હજુ પણ આવનજાવન ચાલુ જ છે. ત્યારે એ પરિસ્થિતિને જોતા શહેરની આ નામાંકિત ક્લબોએ જનતાના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કારણ કે જો હોળીમાં સેલિબ્રેશન કરવા માટે જો ફરીથી લોકો એકત્ર થશે તો ફરીથી શહેરમાં કોરોનાના કેસ નહીં વધે તેની કોઇ ગેરંટી નહીં. આથી જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 2 વર્ષથી રાજ્યમાં કોરોનાના કારણે તમામ ઉજવણીઓ પર પ્રતિબંધ લદાયો હતો. જો કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનમાં જરૂરી છૂટછાટો પણ આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં થઇ શકે.

રેઇન ડાન્સમાં કોરોના ફેલાવાની હજુ પણ ભીતિ

તમને જણાવી દઇએ કે, ક્લબોમાં હોળી-ધુળેટીના તહેવારનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે તેમાં કલરોની સાથે-સાથે રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આથી તેમાં કોરોના સંક્રમણ વધારે ફેલાય તેવી સ્થિતિ જોવા મળતા આ વર્ષે પણ હોળી સેલિબ્રેશન નહીં કરવાનો શહેરની નામાંકિત ક્લબો દ્વારા આ નિર્ણય લેવાયો છે. શક્ય છે કે, અમદાવાદની નામાંકિત ક્લબો બાદ અન્ય કેટલાંક શહેરોની પણ ક્લબો આ અંગે યોગ્ય નિર્ણય લઇ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ