બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / holi 2023 women is fourcefully painted on the day of holi will be offensive

જરુરી જાણકારી / મેલા ઈરાદાથી મહિલાઓને મરજી વિરૃદ્ધ હોળીનો રંગ લગાડનારની વાટ લાગી જવાની, થશે આટલી સજા

Hiralal

Last Updated: 08:12 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળીઓમાં મહિલાઓને ઈચ્છા વિરૃદ્ધ રંગ લગાડનાર લોકોએ ચેતી જવાની જરુર છે કારણ કે જો મહિલાઓએ જબરજસ્તીથી રંગ લગાડવાની ફરિયાદ નોંધાવી તો સીધા જેલમાં પહોંચી જશો.

  • હોળીમાં મહિલાઓને તેમની મરજી વિરૃદ્ધ રંગ ન લગાડી શકાય 
  • જો મહિલાઓ ફરિયાદ કરે તો આરોપીને થઈ શકે 5 વર્ષ સુધીની સજા
  • મરજી વગર મહિલાઓ પર પાણી ભરેલા ફૂગ્ગા પણ ન ફેંકી શકાય 

હોળી પર મહિલાઓની છેડતીની ઘણી ઘટનાઓ સામે આવે છે. ઘણીવાર કેટલાક લોકો હોળીના નામે મહિલાઓને જબરદસ્તીથી રંગ લગાડે છે અને તેમની સાથે અભદ્ર વર્તન કરે છે. સાથે જ રંગોના બહાને મહિલાઓને વાંધાજનક રીતે અડવાનો પ્રયાસ કરે છે. પરંતુ, કાયદા પ્રમાણે આમ કરવું એ ગુનો છે અને જો કોઈ મહિલા ફરિયાદ કરે તો આરોપીને સીધો જેલમાં જવું પડી શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો કોઈ વ્યક્તિ આવું કરે છે, તો તેમની સામે કયા કાયદા દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

કયા કાયદાઓ રક્ષણ આપે છે?
ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ મહિલાઓની છેડતી માટેની સજા થઈ શકે છે. દિલ્હી હાઈકોર્ટના વકીલ પ્રેમ જોશીએ કહ્યું કે, મહિલાઓ બળજબરીથી રંગ લગાવવા બદલ ભારતીય સંહિતાની કલમ 509 હેઠળ છેડતીની ફરિયાદ કરી શકે છે. જો આ કલમમાં દોષી સાબિત થાય તો દોષી વ્યક્તિને એક વર્ષની જેલ અથવા બંનેને દંડ થઈ શકે છે. કલમ 294 (છેડતી), 354 (નમ્રતાનું અપમાન), 354એ (જાતીય સતામણી), 354 બી (હુમલો), 509 (મહિલાનો શીલભંગ કરવાનાના ઈરાદાથી અપમાન ) મેલા ઇરાદાથી આકરા શબ્દો બોલવા) હેઠળ કાર્યવાહી કરી શકાય છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે જો કોઈ વ્યક્તિ હોળી પર દારુ પીઈને કે બીજા નશામાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે તો તેને 1 વર્ષથી વધુની સજા થઈ શકે છે અને તે 5 વર્ષ સુધીની હોઈ શકે છે.

પાણી ભરેલો ફૂગ્ગો પણ ન ફેંકી શકાય 
રંગની ઉપરાંત કોઈ મહિલા કે રાહગીર પર પાણી ભરેલો ફૂગ્ગો પણ ન ફેંકી શકાય, જો કોઈની સામે આવી ફરિયાદ તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આઈપીસીની કલમ 188 હેઠળ, જે લોકો તેમની સંમતિ વિના પસાર થતા લોકો પર પાણી અથવા રંગીન ફુગ્ગાઓ ફેંકે છે તેમની સામે કેસ નોંધવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે હોળી રમો છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે, નહીં તો તમારે જેલમાં જવું પડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ