બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / ગુજરાત / holastak 2022 dont do any good deeds

અશુભ / જાણો ક્યારથી બેસશે હોળાષ્ટક ? આ દરમિયાન ભૂલથી પણ ન કરતા આ કાર્યો

Khyati

Last Updated: 04:06 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળાષ્કનો 10માર્ચથી થવા જઇ રહ્યો છે પ્રારંભ, આ દિવસોમાં શુભ કાર્ય કરવાની મનાઇ, દેવી દેવતાઓની આરાધના લાભદાયી

  • હોળાષ્ટકનો 10 માર્ચથી પ્રારંભ
  • આઠ દિવસ શુભ કાર્યો કરવાની મનાઇ
  • દેવી-દેવતાઓની ઉપાસના માટે શ્રેષ્ઠ સમય
     

જેવી રીતે દરેક ધર્મ અને જ્યોતિષમાં માંગલિક કાર્યો માટે ચોક્કસ સમય અને શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે તેવી રીતે અશુભ સમય પણ કયો છે તે જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં શુભ કામો કરવાની મનાઇ કરવામાં આવી છે. આ સમયે જો કોઇ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું અશુભ ફળ મળે છે તેવુ કહેવાય છે. ત્યારે આગામી દિવસોમાં હોળાષ્ક બેસશે. એટલે કે આઠ દિવસના સમૂહને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી . પરંતુ દેવી દેવતાઓની ઉપાસના માટે આ દિવસોને શુભ માનવામાં આવે છે.

10માર્ચથી બેસશે હોળાષ્ટક

17 ફેબ્રુઆરીથી ફાગણ માસનો પ્રારંભ થઇ ગયોછે આ મહિનાના અંતિમ દિવસમાં એટલે કે ફાગણની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. પરંતુ આ અગાઉ શુક્લ રક્ષના આઠમથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે. જે હોલિકા દહન સાથે જ પૂર્ણ થાય છે. આ 8 દિવસોમાં કોઇ શુભ કાર્ય કરવામાં આવતા નથી.
 આ વર્ષે હોલાષ્ટક 10મી માર્ચ 2022થી શરૂ થશે અને 17મી માર્ચ 2022ના રોજ સમાપ્ત થશે.

હોળાષ્ટકમાં આ કામ ન કરવું

હોલાષ્ટકના 8 દિવસ દરમિયાન, રાજા હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે સખત ત્રાસ આપ્યો હતો. છેલ્લા દિવસે તેને હોલિકા દહન દરમિયાન જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. તેથી આ 8 દિવસોમાં કોઈ શુભ કાર્ય ન કરો અને ભગવાનની ભક્તિમાં મહત્તમ સમય પસાર કરો. હોલાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના રોગોથી છુટકારો મળે છે, સાથે જ આકસ્મિક મૃત્યુના જોખમ પણ ટળી જાય છે.

આ શુભ કાર્ય ભૂલથી ન પણ ન કરશો

હોલાષ્ટક દરમિયાન હિંદુ ધર્મ સાથે સંબંધિત સોળ સંસ્કારો જેમ કે લગ્ન, મુંડન સહિત કોઈપણ શુભ કાર્ય કરતા નથી.
 ઘર-કાર, સોનું ખરીદો. નવો ધંધો પણ શરૂ કરાય નહી
નવદંપતીઓને ઘરમાં પહેલી હોળી જોવાની પણ મનાઈ છે.
જો આ દરમિયાન પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેની આત્માની શાંતિ માટે વિશેષ વિધિ કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ