બ્રેકિંગ ન્યુઝ
હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. નવુ વર્ષ શરૂ થયા બાદ ફાગણ મહિનામાં આવતા આ તહેવારની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. રંગ, ગુલાલ, ઉત્સવનો આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. રંગોની હોળી રમતા પહેલા ફાગળ મહિનાની પુનમે હોળીકા દહન કરવામાં આવે છે. ત્યાર બાદ બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે.
ADVERTISEMENT

હવે જે રીતે દરેક ધર્મ અને જ્યોતિષમાં માંગલિક કાર્યો માટે ચોક્કસ સમય અને શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે તેવી રીતે અશુભ સમય પણ કયો છે તે જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં શુભ કામો કરવાની મનાઇ કરવામાં આવી છે. આ સમયે જો કોઇ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું અશુભ ફળ મળે છે તેવુ કહેવાય છે. ત્યારે આગામી દિવસોમાં હોળાષ્ક બેસશે. એટલે કે આઠ દિવસના સમૂહને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી . પરંતુ દેવી દેવતાઓની ઉપાસના માટે આ દિવસોને શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ વખતે હોળાષ્ટક 17 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકના આઠ દિવસોમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. કહેવાય છે કે આ સમયે શુભ કાર્યનું ખરાબ પરિણામ મળે છે. એવામાં ચાલો જાણીએ હોળાષ્ટકના આઠ દિવસોમાં કયા કયા કામ ન કરવા જોઈએ.

ADVERTISEMENT
આ શુભ કાર્ય ભૂલથી ન પણ ન કરશો
- હોળાષ્ટક દરમિયાન હિંદુ ધર્મ સાથે સંબંધિત સોળ સંસ્કારો જેમ કે લગ્ન, મુંડન સહિત કોઈપણ શુભ કાર્ય કરતા નથી.
- હોળાષ્ટકમાં સોના-ચાંદીના આભૂષણ, ઘરનો સજાવટનો સામાન, કીમતી સામાન ખરીદવાથી બચવું જોઈએ.
- ફાગણ શુક્લ આઠમથી લઇને પૂનમ દરમ્યાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનુ નિર્માણ શરૂ ના કરવુ જોઈએ.
- નવદંપતીઓને ઘરમાં પહેલી હોળી જોવાની પણ મનાઈ છે.
- હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ.
- હોળાષ્ટકમાં નવી દુકાન કે વ્યાપારનો શુભારંભ ન કરવો જોઈએ. નવી નોકરી જોઈન કરવી કે કોઈ અન્ય નવા કાર્ય કરવા પણ યોગ્ય નથી માનવામાં આવતા.
- જો આ દરમિયાન પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેની આત્માની શાંતિ માટે વિશેષ વિધિ કરવી જોઈએ.
વધુ વાંચો : આ 3 રાશિના જાતકોનો હવે ગોલ્ડન પિરિયડ શરૂ થશે, કારણ, માર્ચના અંતમાં બુધ કરશે ગોચર
ADVERTISEMENT
હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન, રાજા હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે સખત ત્રાસ આપ્યો હતો. છેલ્લા દિવસે તેને હોલિકા દહન દરમિયાન જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. તેથી આ 8 દિવસોમાં કોઈ શુભ કાર્ય ન કરો અને ભગવાનની ભક્તિમાં મહત્તમ સમય પસાર કરો. હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના રોગોથી છુટકારો મળે છે, સાથે જ આકસ્મિક મૃત્યુના જોખમ પણ ટળી જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.