બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / holashtak 2022 is from march 10 know why auspicious work is prohibited in this period

Holashtak 2022 / ક્યારથી શરૂ થાય છે હોળાષ્ટક? જાણો આ દિવસોમાં કેમ નથી કરવામાં આવતું કોઈ શુભ કામ

Arohi

Last Updated: 07:37 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટકનું આયોજન કરવામાં આવે છે. માંગલિક કાર્યો કરવા માટે તે શુભ માનવામાં આવતું નથી, તેથી હોલાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

  • હોળાષ્ટક પર શા માટે નથી થતુ કોઈ શુભ કામ? 
  • જાણો છે તેના પાછળનું કારણ
  • આ દિવસોમાં પૂજા પાઠ છે શ્રેષ્ઠ

હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. હોળીના આઠ દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વખતે હોળાષ્ટક 10 માર્ચથી શરૂ થશે. હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટકથી બનેલો છે. હોળાષ્ટક દરમિયાન ઘરમાં પ્રવેશ, મુંડન, સગાઈ, લગ્ન વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે.

જો કે આ સમય પૂજા વગેરેની દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની પાછળ હિરણ્યકશિપ અને પ્રહલાદની વાર્તા કહેવામાં આવી છે. પરંતુ જ્યોતિષના મતે અન્ય કારણો પણ છે જેના કારણે હોલાષ્ટકનો સમય શુભ કાર્ય માટે યોગ્ય માનવામાં આવતો નથી. અહીં જાણો શા માટે હોલાષ્ટક દરમિયાન શુભ કાર્ય કરવાની મનાઈ છે.

આ છે જ્યોતિષીય કારણ 
જ્યોતિષવિદોના જણાવ્યા અનુસાર હોળાષ્ટકના દિવસમાં વાતાવરણમાં નકારાત્મકતાનો પ્રભાવ હોય છે. દરેક ગ્રહોના પ્રભાવ નકારાત્મક થઈ જાય છે. હોળાષ્ટકની શરૂઆત અષ્ટમી તિથિથી થાય છે. એવામાં અષ્ટમી તિથિને ચંદ્ર, નવમીને સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરૂ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમાએ રાહુની ઉર્જા ખૂબ નકારાત્મક રહે છે. તેની અસર વ્યક્તિના વિચારવા અને સમજ ક્ષમતા પર પડે છે. જેનાથી વ્યક્તિ કોઈ ખોટો નિર્ણય લઈ શકે છે. 

તે ઉપરાંત આ સમયમાં જો કોઈ શુભ કામ કરવામાં આવે તો ગ્રહોના નકારાત્મકત પ્રભાવના કારણે તમને તેનો સહયોગ નથી મળી શકતો. એવામાં તમારૂ કામ બગડી શકે છે. આ સ્થિતિના પ્રભાવથી પોતાને બચાવવા માટે પ્રભુના નામનું સ્મરણ કરવા માટે કહેવામાં આવ્યું છે. માટે હોળાષ્ટકમાં ઈશ્વરનું નામ લેવા અને પૂજા પાઠ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ