બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Hoardings-barricades blown down, trees-houses collapsed, Meghraja's thunderous entry in Ahmedabad

મેઘો અનરાધાર / હોર્ડિંગ્સ-બેરિકેટ ઊડી ગયા, વૃક્ષો-મકાન ધરાશાયી, અનેક જગ્યાએ જળબંબાકાર: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Priyakant

Last Updated: 09:48 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain in Ahmedabad News: સવારે 6:30 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા વચ્ચે ભારે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો

  • અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ
  • અનેક જગ્યાએ પોલીસ બેરીકેટ-હોર્ડિંગ્સ ઊડી ગયા
  • અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ જળબંબાકાર

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી પરોઢથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં  કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. આ દરમિયાન સવારે 6:30 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. આ તરફ ભારે પવન વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 

મેટ્રો સિટી અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડતાં નોકરી જતાં લોકો અને સામાન્ય લોકોને પણ અસર થઈ હતી. અનેક જગ્યાએ વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષ ધરાશાઈ થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જાહેરાતના હોર્ડિંગ્સ અને પોલીસના ટ્રાફિકના બેરીકેટ પણ હવામાં ઊડી ગયા હતા. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિ બની હતી. 

આ વિસ્તારોમાં પડ્યો વરસાદ 
અમદાવાદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને અમદાવાદના સેટેલાઈટ, બોપલ, વસ્ત્રાપુર, મેમ્કો, શાહીબાગ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, સરખેજ, ચાંદખેડા, વેજલપુર, શિવરંજની, મેમનગર, આંબાવાડી, નરોડા, મેઘાણીનગર, પાલડી, નારણપુરા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, થલતેજ, સરદારનગર, અસારવા, કુબેરનગર, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 

શહેરમાં વાવાઝોડા જેવું વાતાવરણ 
વહેલી સવારે કાળાડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા વરસાદ અને ભારે પવનને કારણે અમદાવાદ શહેરમાં વાવાઝોડા જેવું વાતાવરણ છે. મહત્વનું છે કે, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આ તરફ બોડકદેવ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદના કારણે મહાકાય ઝાડ ધરાશાયી થયું છે. 

ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક પોલીસ બેરીકેટ સાથે હોર્ડિંગ ધરાશાઈ 
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદને કારણે CN વિદ્યાલય રોડ પર 2 ફૂટ પાણી ભરાયું છે.  થોડા એવા વરસાદમાં અનેક વ્હીકલો પાણીમાં બંધ પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાનીંગ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ આવતા પક્વાન ચાર રસ્તા પર પોલીસ બેરીકેટ હવામાં ઉડી ગયા. આ તરફ પોલીસ બેરીકેટ સાથે હોર્ડિંગ પણ ધરાશાઈ થયા હોવાનું સામે આવ્યું છે. 

વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદ
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ નોંધાયો છે. શિવરંજનીમાં વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદ પડ્યો છે. વહેલી સવારથી વરસાદ પડતાં લોકો માં ખુશીનો માહોલ છે. સમગ્ર અમદાવાદમાં અસહ્ય ગરમી વચ્ચે આજે વરસાદ પડતાં ઠંડક પ્રસરી છે. આ તરફ ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી છે. શહેરના શિવરંજનીમાં ભારે પવનના કારણે વૃક્ષ રસ્તા વચ્ચે જ ધરાશાઈ થતાં રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ ધરાશાયી
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસાદ સાથે પવનની ગતિ વધુ હોવાથી અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ ધરાશાઇ થયા છે. ઝાંસી કી રાણી વિસ્તારમાં હોર્ડિંગ્સ પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ તરફ વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદ વચ્ચે વાડજ વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ