બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / hike in repo rate can affect your home loan EMI

બિઝનેસ / RBIએ રેપો રેટ વધારતા તમારી લોનની EMI પર પડશે અસર, જાણો હવે કેટલા વધુ રૂપિયા ચૂકવવા પડશે

Kavan

Last Updated: 05:26 PM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય બેંકો આ વર્ષના મે મહિનીથી અત્યાર સુધીમાં 1.50% જેટલો રેપો રેટ વધારી ચૂકી છે. જેના લીધે રેપો રેટ 4.4થી વધીને 5.9% પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક બજારમાં રૂપિયાના પ્રવાહને નિયંત્રીત રાખવા રેપોરેટમાં વધઘટ કરે છે.

  • RBIએ રેપો રેટ ફરી વધાર્યો
  • EMI પર વધુ રૂપિયા ચૂકવવા પડશે
  • 1.50% જેટલો રેપો રેટ વધ્યો

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર વ્યાજનાં દરો વધારવાનું નક્કી કર્યું છે. RBIના આ નિર્ણયથી EMIથી લોન લેનારાઓ પર મોટી અસર થઇ શકે છે. રેપોરેટ વધવાથી એ તો નક્કી થઇ ગયું છે કે લોકોએ હવે લોન પર વધુ વ્યાજ યૂકવવું પડશે.

તહેવારો પર લોકોને લાગ્યો ઝટકો
RBI દ્વારા રેપોરેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરવાનું નક્કી કર્યા બાદ મે મહિનાથી અત્યાર સુધીમાં 150 બેસિસ પોઇન્ટનો વધારો થઇ ચૂક્યો છે. આ નિર્ણયથી સૌથી મોટો ઝટકો લાગશે બેંકથી લોન લેનારાઓને. રેપોરેટ વધવાથી સ્વાભાવિક છે કે બેંકો પોતાના વ્યાજના દરોમાં વધારો કરશે તેથી તેમના દ્વારા ફાળવવામાં આવેલી લોનની EMI પણ વધી જશે. 

જો કોઇ બેંકે મે મહિનામાં  6.5% ના વ્યાજદરે લોન આપેલ છે તો રેપોરેટ વધી જવાને કારણે એ લોનના વ્યાજનો દર ઓછામાં ઓછો 1.5% વધી જશે.એટલે કે 6.5 %ના વ્યાજદરને બદલે હવે બેંક ઓછામાં ઓછા 8 ટકા વાર્ષિક વ્યાજ ચાર્જ કરશે.

આવો ઉદાહરણથી સમજીએ...

ઉદાહરણ તરીકે સુરેશ નામક એક વ્યકિતએ 6 મહિના પહેલાં 6.5%ના દર પર બેંકથી 10 લાખ રૂ.ની લોન 10 વર્ષ માટે લીધેલ છે. તેના આ લોનની  EMI તે સમયે 11,355 રૂ. હતી. તે સમયથી આજ સુધીમાં રેપોરેટમાં 150 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. તેથી 6.5% ના વ્યાજદરે લોન લીધેલ હતી જેના પર ઓછામાં ઓછો 1.5% કે તેથી વધુ ચાર્જ હવે બેંક વસૂલશે. તેથી સુરેશે નવી EMIનાં 8% ના વ્યાજદરને ધ્યાનમાં રાખીને પોતાની લોન પર  778 રૂ. વધુ ચૂકવવા પડશે.
 

લોનની રકમ
વર્ષ
વ્યાજ % માં
EMI રૂ. માં
કુલ વ્યાજ
કુલ બાકી રકમ (રૂ.માં)
10 લાખ (મે મહિનામાં)
10 6.50 11,355 3,62,576  13,62,576
10 લાખ (વર્તમાન)
10 8.00 12,133 4,55,931 14,55,931

 

સંકળાયેલા મુદ્દાઓ

EMI Home Loan RBI Repo Rate બેંક લોન વ્યાજદર EMI Hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ