બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Highly affordable travel and fun in these five Asian countries

ટ્રાવેલ / એશિયાના આ પાંચ દેશોમાં અત્યંત સસ્તુ ટ્રાવેલિંગ અને મસ્તી

Published By: Krupa

Last Updated: 04:52 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની વાત છોડો આપણે એશિયામાં રહીએ છીએ તો પહેલા અહીંથી શરુઆત કરીએ. આખરે ફરવા માટે બજેટ ફ્રેન્ડલી ટુરિસ્ટ સ્પોટ્સ અંગે કયા ટ્રાવેલિંગ લવરને જાણવું નહીં ગમે. તો આવાજ ફરવાના શોખીન અને ઘુમક્કડ કહેવાય તેવા લોકો માટે આજે એશિયાના એ પાંચ દેશો અંગે જાણકારી આપી છે જ્યાં સસ્તી કિંમતે ટ્રિપ કરીને મસ્તી કરી શકાય છે.

નેપાળ
ભારતીય પર્યટકો માટે નેપાળ જવા કરતા સસ્તી કદાચ જ કોઇ અન્ય દેશની યાત્રા હશે. ભારતીય પર્યટકો મોટી સંખ્યામાં નેપાળ આવે છે. નેપાળ એક પહાડી દેશ હોવાની સાથે પ્રાકૃતિક નજારોથી પણ ભરેલો દેશ છે. તે હિમાલયની તળેટીમાં વસેલો સુંદર, શાંત અને ફરવા માટે ખુબ જ સસ્તો દેશ છે.

થાઇલેન્ડ
થાઇલેન્ડ એશિયાના એ પસંદગીના દેશોમાંનો એક છે જ્યાં ઓછા બજેટમાં વધુ મસ્તી કરનારા ટુરિસ્ટ જવાનું પસંદ કરે છે. લો બજેટમાં વધુમાં વધુ ફરવાની તેમજ એન્જોયમેન્ટ એ થાઇલેન્ડની ખાસિયત છે. અહીં તમને એક એકથી ચઢિયાતા, સુંદર અને સ્વચ્છ બીચ જોવાનો મોકો મળશે. અહીંનો થાઇ મસાજ આખી દુનિયામાં ફેમસ છે. નાઇટ પાર્ટીઝ તો અહીં ગજબની હોય છે. અહીંની નાઇટ લાઇફની મજા જ કંઇક ઓર છે.

ભુટાન
ભુટાન સસ્તુ તો છે, પરંતુ તેને તો દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયુ છે. આ દેશ આર્થિક રીતે એટલો સધ્ધર નથી, પરંતુ ખુશી અને ખુશહાલ લોકોની બાબતમા નંબર વન પર આવે છે. નીલુ આકાશ, ક્રિસ્ટલ ક્લીન વોટર, ફુલ ઓફ લાઇફ ગ્રીનરી અને સુંદર સાંસ્કૃતિક વારસો. આ બધુ જોવું હોય અને તે પણ ઓછા બજેટમાં તો ભુટાન જાવ.

શ્રીલંકા
શ્રીલંકા એક દ્રીપ દેશ છે. અહીં તમને ખુબ જ સુંદર પ્રાકૃતિક નજારો જોવા મળશે. જો ઇંડિયન ટુરિસ્ટની વાત કરીએ તો ભારતીય સહેલાણીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. તેનું એક કારણ ટ્રાવેલની સાથે સ્પિરિચ્યુઅલ પણ છે. આખરે આ એજ શ્રીલંકા છે જેને રામાયણ કાળમાં સુવર્ણ નગરીના નામથી જાણીતુ હતુ. અહીં જઇને જ ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આ દેશ સસ્તો હોવાની સાથે ટુરિઝમના હિસાબે અનુકુળ પણ છે.

ઇન્ડોનેશિયા
એશિયાના સુંદર દેશમાં એક ઇન્ડોનેશિયા પણ છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને ભૌતિક સુંદરતા જોઇને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આ દેશ એશિયાના સૌથી સસ્તા દેશોમાં સામેલ છે. અહીં તમે શંઘાઇ જેવા મોંઘા શહેરોની વાત છોડી દો અને પોતાના બજેટ પ્રમાણે સારી રીતે રિસર્ચ કરીને ટ્રિપ પ્લાન કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Asia Nepal Travel ઇન્ડોનેશિયા શ્રીલંકા Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ