બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 01:42 PM, 25 August 2021
ADVERTISEMENT
જો તમારી પાસે તમારા સેવિંગ એકાઉન્ટ માટે ઈન્ટરનેટ બેન્કિંગની સુવિધા નથી તો 50,000 રૂપિયાથી વધુનો ચેક ઈશુ કરવો તમારા માટે મુશ્કેલ બની શકે છે. આવુ એટલા માટે કારણ કે હવે પોઝિટિવ પે સિસ્ટમને લાગુ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મોટાભાગના બેન્ક positive pay systemને 1 સપ્ટેમ્બરથી લાગુ કરી દેશે.
ADVERTISEMENT
મહત્વનું છે કે રિઝર્વ બેન્કે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ માટે ઓગસ્ટ 2020માં પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત કરી હતી. આ નિયમ અનુસાર બેન્ક દરેક ખાતાધારકો માટે તેમની ઈચ્છા અનુસાર 50 હજાર અથવા તેનાથી વધારેની રકમ વાળા ચેક માટે આ સુવિધા લાગુ કરી શકે છે.
ચેક થશે રિજેક્ટ
RBIના આ નિયમ હેઠળ ચેક જાહેર કર્યા પહેલા તમારે બેન્કને આ વિશે સુચના આપવી પડશે નહીં તો ચેક સ્વીકારવામાં નહીં આવે. તમારો ચેક રિજેક્ટ થઈ જશે. જોકે આ નિયમથી વરિષ્ઠ અને એવા નાગરિકોને મુશ્કેલી આવી શકે છે જે નેટ બેન્કિંગનો અથવા મોબાઈલ બેન્કિંગની સેવાનો ઉપયોગ નથી કરતા.
આ બેન્કોથી લાગુ કરો નિયમ
જણાવી દઈએ કે એક્સિસ બેન્ક સહિત અમુક બેન્કોને 50 હજારથી વધારેના ચેક માટે PPSને જરૂરી કરી દીધુ છે. જે હેઠળ ગ્રાહકોને બેન્કની નોટ/ મોબાઈલ બેન્કિંગ અથવા શાખામાં જઈને ચેક ડિટેલ્સ આપવાની રહેશે. ભારતીય સ્ટેટ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્કે પણ પોઝિટિવ પે સિસ્ટમને 50 હજાર રૂપિયાથી વધારે વાળા ચેકને લાગુ કરી દીધા છે. હાલ આ બેન્કોએ ગ્રાહકો માટે તેને વૈકલ્પિક જ રાખ્યું છે. જણાવી દઈએ કે આ નિયમો લાગુ કરવા માટેનો હેતુ ગ્રાહકોની સુરક્ષા છે. આ સિસ્ટમ ચેકની સાથે થતી છેતરપિંડીને રોકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.