બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Help depression patients to do so

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે / તમારી આસપાસ ડિપ્રેશનમાં રહેતા દર્દીઓની આમ કરો મદદ

Published By: Krupa

Last Updated: 11:54 AM, 10 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતી જતી જવાબદારીઓ અને લાઇફસ્ટાઇલના કારણે લોકોમાં તણાવ વધી રહ્યો છે. આ તણાવ આગળ જતા ડિપ્રેશનનું કારણ બને છે. ઘણી વાર ડિપ્રેશનના કારણે લોકો જીવન પ્રત્યે નિરાશ થઇ જાય છે. આ વિચારને બદલવા માટે દર વર્ષે 10 ઓક્ટોબરે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે મનાવવામાં આવે છે.

  • દર વર્ષે 10 ઓક્ટોબરે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે મનાવવામાં આવે છે
  • ઉદેશ એ છે કે માનસિક તણાવને ઘટાડવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે તેમજ જાગૃતિ લાવવા માટેનો આ એક પ્રયાસ

આ દિવસ મનાવવાનો ઉદેશ એ છે કે માનસિક તણાવના કારણે અને તેને ઘટાડવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે તેમજ જાગૃતિ લાવવા માટેનો આ એક પ્રયાસ છે. 15થી 29 વર્ષના યુવાનો દુનિયાભરમાં ગંભીર માનસિક તણાવના કારણે આત્મહત્યા કરી લે છે અને મૃત્યુનુ તે બીજુ કારણ બની ગયુ છે.

પસંદગીની વ્યક્તિ સાથે વાતચીત કરો
જો તમે ગંભીર ડિપ્રેશનમાંથી પસાર થઇ રહ્યા હો તો દિવસમાં 40 સેકન્ડનો સમય એવી વ્યક્તિ સાથે વાતચીત કરવામાં વિતાવો જે તમારા પ્રિય અને વિશ્વસનીય હોય. જો તમારી આસપાસમાં , કોઇ સગાસંબંધી કે મિત્ર ડિપ્રેશનમાંથી પસાર થઇ રહ્યુ હોય તેવું તમારી જાણમાં આવે તોતેને 40 સેકન્ડનો સમય આપીને તેના વિચારોમાં સકારાત્મકતા લાવો અને પુણ્યનું કામ કરો. ડિઝિટલ મિડિયા પર પ્રેરક કહાનીઓ વાંચો

આ રીતે કરો મદદ
તમે એવા લોકોની પણ મદદ કરી શકો છો જેને તમે પહેલા મળ્યા ન હોય. તમારું કોઇ પરિચિત ન હોય અને તમે તેને જાણતા પણ ન હોવ. જો કોઇ વ્યક્તિ તમને તણાવમાં લાગે તો તેનો સાથ આપો. બીજાઓ માટે કંઇક સારુ કરવાના ભાવથી તેને સમજો, સમજાવો અને સહયોગ કરો જેથી તે એકલતા ન અનુભવે. આ કારણે તેઓ ખુદને આ સમસ્યામાંથી બહાર કાઢવામાં સક્ષમ બનશે.

કારણને સમજો
એવા યુવાનો જે પરિવારજનોની સાથે રહેવા છતાં ગુમસુમ રહે છે અને શાંત રહે છે તેની ઉપર ધ્યાન આપો. વધતા તણાવના કિસ્સા યુવાનોમાં વધારે જોવા મળે છે. તેથી પરિવારજનો તેના કારણને સમજીને સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે. પરિવારજનો આ કામ ખુબ સારી રીતે કરી શકે છે. આમ કરવાથી તમે કોઇ વ્યક્તિની જિંદગી બચાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Health depression lifestyle world mental health day ડિપ્રેશન વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે world mental health day

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ