બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Heavy to very heavy rain forecast by Meteorological Department regarding rain

એલર્ટ / 45થી 60 કિમીની ઝડપે પવન સાથે આજે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી, જુઓ કયા-કયા વિસ્તારોને ધમરોળશે

Kishor

Last Updated: 08:10 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટા બાદ આજે મેઘાડંબર વચ્ચે 45 થી 60 ની ઝડપે પવન સાથે તોફાની વરસાદ ત્રાટકી શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

  • આજે  દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • આજે વલસાડ,નવસારી,દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
  • સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાંથે આગામી 24 કલાકમાં ભારે હોય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. આજે 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી અને અમદાવાદ ગાંધીનગરમા પણ છુટ્ટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિમી ની ઝડપે પવન ફૂકાશે

ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે વધુ એક નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના સત્તાવાર અધિકારીઓ પાસેથી જાણવા મળતી વિગત અનુસાર આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે. વધુમાં આજે તા.  28 જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લી તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર જોવા મળશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. 

 

સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદની આગાહી : જાણો ક્યારે ક્યાં ગરજશે  મેઘો | RAIN FORECAST FOR SAURASHTR AND SOUTH GUJARAT ON 27 MAY
આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આજે ગાજવીજ અને તોફાની પવન સાથે નવસારી, વલસાડ, દમણ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. તો.અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની શકયતા રહેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ