બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / ગુજરાત સહિત આ રાજ્યોમાં ધબધબાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ જાહેર
Last Updated: 06:41 PM, 28 September 2024
Gujarat Rain Forecast : ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં આગામી ત્રણથી લઈ પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કોંકણ, ગોવા, મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
Rainfall Warning : 30th September 2024
— India Meteorological Department (@Indiametdept) September 28, 2024
वर्षा की चेतावनी : 30th सितंबर 2024#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #TamilNadu #puducherry #Kerala #arunachalppradesh #lakshdweep #nagaland #Manipur #Mizoram #tripura @moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive… pic.twitter.com/tKWgiowtoo
હવામાન વિભાગે શનિવારે એલર્ટ જાહેર કરીને કહ્યું કે, હિમાલયના ક્ષેત્રમાં પરિવર્તન આવી રહ્યા છે. જેને લઈ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારનું તાપમાન ઘટશે. આ સિવાય અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં 2 થી 4 ઓક્ટોબર દરમિયાન વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
Uttar Pradesh : Extremely Heavy Rainfall Observed during past 24 hrs till 0830 IST 28.09.2024#IMDWeatherUpdate #Weatherforecast #HeavyRain #StayAlert #extremelyrain #UttarPradeshRain #UttarPradsh @moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive @UP_SDMA @CentreLucknow pic.twitter.com/RevwXpoCsZ
— India Meteorological Department (@Indiametdept) September 28, 2024
29 અને 30 સપ્ટેમ્બરે દિલ્હીમાં વરસાદ પડી શકે
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી છ દિવસમાં પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં 29 અને 30 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
દક્ષિણના આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ અને માહેમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડશે. આ સિવાય લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.