બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Heavy rain forecast in South India during the next three days

આગાહી / ચેતવણીઃ આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ‘બારે મેઘ ખાંગા’ થશે, ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

Kishor

Last Updated: 07:31 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યંત ભારે વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેને લઈને અનેક રાજ્યો માથે મેઘકહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

  • કેરળથી દિલ્હી સુધી ભારે વરસાદી રેલમછેલ
  • ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદને પગલે રેડ એલર્ટ
  • ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ‘બારે મેઘ ખાંગા’ થશે

હવામાન વિભાગે કેરળના ૧૨ જિલ્લા માટે 'ઓરેન્જ' એલર્ટ અને એક કોલ્લમ માટે 'યલો' એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના છ જિલ્લા બેલગામ, ઉત્તર કન્નડ, બેલ્લારી, શિમોગા, ચિકમંગલુર અને દક્ષિણ કન્નડ માટે 'ઓરેન્જ' એલર્ટની જાહેર કરી છે. તો પશ્ચિમ વિસ્તારમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અને ૬ અને ૭ જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતનાં રાજ્યમાં અત્યંત ભારે વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સિવાય દેશના ઘણા ભાગમાં વરસાદી વાતાવરણ રહ્યું છે. દેશના લગભગ ૨૪ રાજ્ય હાલ ચોમાસાની પકડ છે. આમાંનાં કેટલાંક રાજ્યમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને કેટલાંક રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે
ખરાબ હવામાનના પગલે દિલ્હી એરપોર્ટથી ચાર ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી હતી. ત્રણ ફ્લાઇટને અમૃતસર અને એક ફ્લાઇટ લખનૌ તરફ ડાઇવર્ટ કરાઈ હતી. વધુમાં બંગાળમાં ભેજવાળાં વાતાવરણથી લોકો ત્રાહિમામ્ છે. બંગાળની ખાડીમાં પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હિમાચલના મનાલીમાં આખું સપ્તાહ વરસાદી માહોલ રહેશે. જેના કારણે તાપમાન ગગડીને ૧૬ ડિગ્રી જઈ શકે છે હિમાચલ અને ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે.

આજથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા |  Rain forecast with heavy winds in Gujarat from today

ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ
બીજી બાજુ દિલ્હી સહિત દેશના માેટાભાગનાં રાજ્યમાં વરસાદનું એલર્ટ યથાવત્ છે. દક્ષિણ દ્વિપકલ્પ ભારત અને ઉત્તર મહારાષ્ટ્રમાં આવતીકાલ  સુધી અને ગુજરાતમાં ૮ જુલાઈ સુધી વરસાદી  રેલમછેલ  ચાલુ રહેવાની શક્યતા છે. સેન્ટ્રલ વેધર ફોરકાસ્ટિંગ એજન્સીએ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લામાં ૮ જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગ અનુસાર  આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે બારે મેઘ ખાંગા થશે. કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ૭ જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાત માટે હવામાન વિભાગે ત્રણ જિલ્લા  'રેડ એલર્ટ' અને ચાર જિલ્લા માટે ૭ જુલાઈ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. દિલ્હીમાં આગામી છથી સાત દિવસ આકાશ વાદળછાયું રહી શકે છે અને વચ્ચે વચ્ચે વરસાદ થવાની સંભાવના છે.

આજથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા |  Rain forecast with heavy winds in Gujarat from today

ઉત્તર ભારતમાં ભારે વરસાદ
ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં આજે ૬ જુલાઈ સુધી અને પંજાબ અને હરિયાણામાં ૮ જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ રાજસ્થાનમાં ૮ જુલાઈ અને પશ્ચિમ રાજસ્થાનમાં ૭ અને ૮ જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતા છે.પૂર્વ અને અડીને આવેલા ઉત્તરપૂર્વ ભારતમાં, આગામી પાંચ દિવસ દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં 'એકદમ વ્યાપક'થી 'અલગ ભારે' વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.


કાશ્મીરમાં તાપમાન અચાનક વધી ગયું
કાશ્મીર ખીણમાં હવામાનમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. લાંબા સમયગાળા બાદ હવે અચાનક કાશ્મીરનું તાપમાન વધી ગયું છે. જેના કારણે પર્યટકો અને સ્થાનિકોને પરેશાની થઇ રહી છે. ચોમાસાના આ મહિનામાં કાશ્મીરનું તાપમાન ૩૧ ડિગ્રી પહોંચી ગયું છે. જે વધીને ૩૫ ડિગ્રી થવાની સંભાવના છે. આઠ જુલાઈ સુધી કાશ્મીરમાં આવું જ વાતાવરણ રહેશે. બીજી તરફ એક દિવસની રાહત બાદ મુંબઈમાં ફરી વરસાદ શરૂ થયો છે.  આગામી ત્રણ દિવસ મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. નબળા ચોમાસાના કારણે ઓડિશામાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.


ઉત્તરાખંડમાં હજુ વરસાદ વિરામ લેશે નહીં
ઉત્તરાખંડમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો નથી. હજુ પણ આગામી ચાર દિવસ આ સિલસિલો ચાલુ રહેશે. આજે ઉત્તરાખંડના    દહેરાદૂનમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જયારે કેટલાંક સ્થળોએ ગર્જના સાથે ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાખંડમાં તાપમાન ગગડીને ૨૫ ડિગ્રી પહોંચ્યું છે. હજુ આગામી બે દિવસ  ઉત્તરાખંડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ અને મણિપુરમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ