બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / heavy rain forecast in gujarat for 3 days
ગુજરાતમાં 3 દિવસની વરસાદની આગાહી છે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી શક્યતા જણાવાઈ રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. NDRF અને SDRFએ પણ આગોતરી તૈયારીઓ કરીને પોતાની ટીમોને કામે લગાડી દીધી છે.
ADVERTISEMENT
દ.ગુજરાતમાં ભારે વરસાદની વકીને પગલે તંત્રએ વલસાડ, સુરત, નવસારી ખાતે NDRFની એક-એક ટીમ રવાના કરી દીધી છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને રાજકોટમાં પણ એક-એક ટીમ મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
આ બાજુ 6 ટીમ વડોદરા તથા 1 ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી જ્યાં જરૂર પડે ત્યારે મોકલી શકાય.
લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજા સમગ્ર ગુજરાતમાં પધરામણી કરીને ખૂટતો વરસાદ પૂરો કરી રહ્યાં છે. રાજ્યમાં અવિરત વરસાદ છેલ્લાં કેટલાંક દિવસથી વરસી રહ્યો છે. ત્યારે 188 તાલુકાઓમાં ગઈ કાલે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ થયો છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં જુઓ ક્યાં કેટલો વરસાદ
વેરાવળમાં 6 ઇંચ, ગોંડલમાં 6 ઇંચ, માણાવદરમાં 5 ઇંચ, બાબરામાં 5 ઇંચ, માળિયા, વિસાવદર અને ખાંભામાં 5-5 ઇંચ, વંથલી, કેશોદમાં, તલાલા, વલ્લભીપુર, લધિકામાં 4-4 ઇંચ, ભેસાણ, ધારી, કોડિનારમાં 3.5 ઇંચ, ઉમરાળા, બોટાદ, માંગરોળમાં 3-3 ઇંચ જ્યારે મેદંરડા, સિહોર, કોટડાસાંગાણીમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂર
આ બાજુ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે પ્રાચીતીર્થ મંદિરમાં પાણી ઘૂસ્યુ છે. માધવરાય મંદિરની પ્રતિમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ ત્યાં સુધી પાણી ભરાઈ ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.