બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hearing on bail plea of accused Jaisukh Patel in Morbi cable bridge accident case

જેલ કે બેલ / મોરબી પૂલ દુર્ઘટના પર મોટા સમાચાર, આવતીકાલે આરોપી જયસુખ પટેલના જામીન પર ફેંસલો, છૂટશે કે રહેશે?

Dinesh

Last Updated: 10:17 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ બાદ તેમણે જામીન માટે અરજી કરી હતી જેને લઇને આવતીકાલે સોમવારે સુનાવણી હાથ ધરાશે

  • મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાનો કેસ
  • આરોપી જયસુખ પટેલના જામીન પર ફેંસલો
  • બ્રિજ તુટતાં 135થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા

મોરબીના ગોઝારા કેબલ બ્રિજ દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. આપને જણાવીએ કે, બ્રિજના સંચાલન અને સમારકામની જવાબદારી ઓરેવા કંપની હસ્તક હતી અને સમારકામ વિના જ થીગડાં મારી બ્રિજ ખુલો મુકી દેવાયો હતો જેને લઈ કેબલ બ્રિજ તુટતાં 135થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા.

જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી
આવતીકાલે ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થનાર છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ બાદ તેમણે જામીન માટે અરજી કરી હતી. જેને લઇને આવતીકાલે સોમવારે સુનાવણી હાથ ધરાશે. મહત્વનું છે કે મોરબીના કેબલ બ્રિજની સમારકામ અને સંચાલનની જવાબદારી ઓરેવા હસ્તક હતી.જો કે સમારકામ વિના જ થિગડાં મારી કેબલ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવાતાં કેબલ બ્રિજ તૂટ્યો હતો. જેમાં 135થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર મામલે તપાસ બાદ બ્રિજના સમારકામમાં છિંડા સામે આવતાં ઓરેવાના માલિક જયસુખ પટેલની ધરપકડ કરાઇ હતી. ત્યારે જયસુખ પટેલની સુનાવણીને લઇને સમગ્ર ગુજરાતની નજર કોર્ટના ચૂકાદા પર છે.

શું છે મામલો?
30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની બની હતી ઘટના
ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો હતો જીવ
દુર્ઘટના કેસમાં અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
જયસુખ પટેલની આગોતરા જામીનની અરજીમાં સુનાવણી ટળી હતી
જયસુખ પટેલની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી 

મોરબી પુલ દુર્ઘટના: સ્થાનિક કોર્ટમાં FSLનો રિપોર્ટ રજૂ, ચોંકાવનારા ધડાકા,  તે દિવસે અધધ આટલી ટિકિટો આપી | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/morbi-bridge-accident' title='MORBI BRIDGE ACCIDENT'>MORBI BRIDGE ACCIDENT</a> FSL report in local  police shocking blast

બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો 
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ