બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કિડની સડાવી દેશે આ 4 ફૂડ્સ, રોજ ખાવાથી વધી શકે છે ખતરો, ટાળજો
Last Updated: 10:47 PM, 17 December 2025
કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે, જે 24 કલાક સતત કામ કરીને લોહીને શુદ્ધ કરે છે, ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને શરીરમાં પાણી તથા ખનિજોના સંતુલનને જાળવી રાખે છે. પરંતુ આજકાલની બેફામ લાઈફસ્ટાઇલ, ખોટી ખાવા-પીવાની આદતો અને પ્રોસેસ્ડ ખોરાક પર વધતી નિર્ભરતા ધીમે ધીમે કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. ખાસ કરીને કેટલીક એવી વસ્તુઓ છે, જે રોજિંદા આહારમાં સામેલ હોય તો કિડની ડેમેજનો ખતરો અનેક ગણો વધી જાય છે.
ADVERTISEMENT

ડૉક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે શરૂઆતમાં કિડનીની ખરાબ થવાના લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી. જ્યારે સમસ્યા ગંભીર બને ત્યારે જ થાક, સૂઝ, બ્લડ પ્રેશર, યૂરિનમાં ફેરફાર જેવા સંકેતો દેખાય છે. એ માટે સૌથી સારી રીત એ છે કે શરૂઆતથી જ કિડનીને નુકસાન પહોંચાડતા ખોરાકથી દૂર રહેવું અને સ્વસ્થ આહાર અપનાવવો.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૌપ્રથમ વાત કરીએ વધુ મીઠા એટલે કે વધારે નમકવાળા ખોરાકની. વધુ નમક ખાવાથી બ્લડ પ્રેશર વધી જાય છે. આ વધેલું બ્લડ પ્રેશર સીધું કિડનીની નાની નસો પર દબાણ ઊભું કરે છે, જેના કારણે કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. રોજિંદા જીવનમાં ચિપ્સ, નમકીન, બિસ્કિટ, પેકેટવાળા સૂપ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને પ્રોસેસ્ડ ફૂડમાં છુપાયેલું મીઠું કિડની માટે સૌથી મોટો ખતરો સાબિત થાય છે.

ADVERTISEMENT
બીજું મોટું જોખમ છે વધારે ખાંડનો ઉપયોગ. મીઠાઈઓ, સોફ્ટ ડ્રિન્ક્સ, મીઠા જ્યુસ અને પેકેટવાળા પીણાંમાં ભરપૂર ખાંડ હોય છે. આ ખાંડ વજન વધારવા ઉપરાંત ડાયાબિટીસનો ખતરો વધારે છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર કિડની ખરાબ થવાના બે મુખ્ય કારણોમાંથી એક છે. લાંબા સમય સુધી બ્લડ શુગર કંટ્રોલમાં ન રહે તો કિડનીની નસોને નુકસાન પહોંચે છે અને કિડની ફેલિયરનો જોખમ વધી જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રોસેસ્ડ મીટ પણ કિડની માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. સોસેજ, સલામી, બેકન અને પેકેટવાળું માંસ વધારે મીઠું, પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સથી ભરેલું હોય છે. આ ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે, જેને ફિલ્ટર કરવા માટે કિડની પર વધારે દબાણ પડે છે. લાંબા સમય સુધી આવા ખોરાકનું સેવન કરવાથી કિડનીની કાર્યક્ષમતા ઘટવા લાગે છે.
દારુનું સેવન માત્ર લીવર માટે જ નહીં, પરંતુ કિડની માટે પણ ખતરનાક છે. વધારે દારૂ પીવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે, બ્લડ પ્રેશર વધે છે અને કિડનીને યોગ્ય રીતે કામ કરવામાં મુશ્કેલી પડે છે. સતત અને વધારે માત્રામાં શરાબ પીવાથી કિડની પર ભાર વધે છે અને સમય જતાં ગંભીર નુકસાન થઈ શકે છે.
હેલ્થ નિષ્ણાતો કહે છે કે જો તમે તમારી કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગતા હો, તો સંતુલિત આહાર, પૂરતું પાણી પીવું, મીઠું અને ખાંડ નિયંત્રણમાં રાખવી અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. નિયમિત હેલ્થ ચેકઅપ અને સક્રિય જીવનશૈલી પણ કિડનીને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT