બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચામડી પર નજર આવે આ 7 લક્ષણ તો તરત થઈ જજો એલર્ટ, હૃદયની બીમારીનો છે સંકેત

હેલ્થ / ચામડી પર નજર આવે આ 7 લક્ષણ તો તરત થઈ જજો એલર્ટ, હૃદયની બીમારીનો છે સંકેત

Nirav Kumar

Last Updated: 05:08 PM, 14 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીર પર જો નીચે જણાવેલી સ્થિતિઓ જોવા મળે તો તમારે તેને હળવાશથી ન લેવું જોઈએ. કેમ કે, તે કોઈ મોટી બીમારીની નિશાની હોઈ શકે છે.

શું તમે જાણો છો કે, શરીર ઘણીવાર રંગ, રચના કે સોજામાં નાના ફેરફારો દ્વારા આપણને ચેતવણી આપે છે. જેમાં ત્વચા પણ અમુકવાર શરૂઆતના સ્વાસ્થ્ય ચેતવણી આપે છે. આપણે એવા કેટલાક સંકેતો વિષે જાણીશું જેના અંતર્ગત શરીરની અંદર કંઈક ખરાબ થઈ રહ્યું છે તે સૂચવે છે .

  • પગ અને નીચલા હિસ્સામાં સોજો

જ્યારે હૃદય તેની સંપૂર્ણ ક્ષમતા પર કામ નથી કરતું ત્યારે પ્રવાહી સમગ્ર શરીરમાં સમાન રીતે પરિભ્રમણ કરી શકતું નથી અને નીચે એકઠું થવા લાગે છે. આથી પગ અને પગની ઘૂંટીઓમાં સોજો દેખાય છે અને ધીમે ધીમે ઉપર તરફ આગળ વધી શકે છે. આ માત્ર થાક કે લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે થતો સોજો નથી હોતો પરંતુ તે હૃદય કાર્ય માટે સંઘર્ષ કરી રહ્યું હોવાની નિશાની હોઈ શકે છે.

  • સાયનોસિસ

શિયાળામાં આંગળીઓ કે અંગૂઠા વાદળી થવા સામાન્ય બાબત ગણાય છે પરંતુ જો ત્વચા સામાન્ય તાપમાને પણ વાદળી કે જાંબલી દેખાય તો તેનો અર્થ એ થાય કે માંસપેશીઓને પૂરતો ઓક્સિજન મળતો નથી. અમુક વાર કારણ રક્ત વાહિનીઓનું અવરોધ કે સંકુચિતતા હોય છે. બ્લુ ટો સિન્ડ્રોમ જેવા ગંભીર કિસ્સાઓમાં માંસપેશીઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ રંગના ફેરફારોને અવગણવાથી ગંભીર સમસ્યા થઇ શકે છે.

  • લીવેડો રેટિક્યુલરિસ

અમુક લોકો જ્યારે ઠંડીના સંપર્કમાં આવે ત્યારે આ પેટર્ન દેખાય છે અને આ સ્થિતિ દવાને કારણે પણ થઈ શકે છે. જો તે સ્થિતિ ગરમીમાં પણ ચાલુ રહે તો તે નાની ધમનીઓમાં અવરોધનું કારણે હોઈ શકે છે. કોલેસ્ટ્રોલ એમ્બોલાઇઝેશન સિન્ડ્રોમ જેવા કિસ્સાઓમાં નાના કોલેસ્ટ્રોલના કણો રક્ત પ્રવાહને અવરોધે છે જે ત્વચા અને અંદરના અવયવોને અસર કરી શકે છે. આથી જો આ પેટર્ન ચાલુ રહે તો તેની તપાસ કરાવવી જોઈએ.

  • ઝેન્થેલાસ્મા અને ઝેન્થોમા

આંખોની નજીક પીળા ધબ્બા કે હથેળીઓ કે પગ પર પીળાશની સ્થિતિ કેટલીકવાર તે શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલની નિશાની હોય છે. તેનાથી પીડા થતી નથી, પરંતુ તે સૂચવે છે કે શરીર વધારાના કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આથી ટેસ્ટ કરાવવો જરૂરી હોય છે કેમ કે, સમયસર સારવાર હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે.

vtv app promotion
  • એરીપ્ટેવ ઝેન્થોમા

આ ફોલ્લીઓ ઘણીવાર રેશ કે ઇન્ફેક્શન જેવા હોય છે પરંતુ તે ઊંચા ટ્રાઈગ્લિસરાઈડ લેયરના કારણે ત્વચાની સપાટી પર જમા ફેટ હોય છે. અનિયંત્રિત ડાયાબિટીસ કે ગંભીર લિપિડ ડિસઓર્ડરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ અચાનક વધી શકે છે જેના લીધે ત્વચા પર ફોલ્લીઓ થાય છે. જેની સમયસર સારવાર જરૂરી છે. કેમ કે, આ સ્થિતિ હૃદય અને સ્વાદુપિંડ બંને માટે જોખમ ઊભું કરે છે.

  • ક્લબિંગ

આ સ્થિતિમાં આંગળીઓની ઉપરના ટેરવાનના આકાર બદલવા લાગે છે અને નરમ તથા ગોળાકાર બને છે સાથે નખ નીચે તરફ વળવા લાગે છે. આ બીમારી સાથે સંકળાયેલ ક્લબિંગ શરીરમાં ઓક્સિજનની લાંબા સમય સુધી અભાવનો સંકેત આપે છે.

વધુ વાંચો : શું તમે પણ ડ્રાય સ્કીનથી કંટાળ્યા છો? ટ્રાય કરી લો આ 5 ફ્રુટ, આવી જશે નેચરલ ગ્લો

  • સ્પ્લિન્ટર હેમરેજ

આ સ્થિતિમ નાની ઇજાને કારણે થાય છે, જેમ કે હાથ ક્યાંક ટકરાવો. પણ જો આ ઇજા વગર આ લાઈન દેખાય છે અને તાવ અથવા અનિયંત્રિત ધબકારા જેવા લક્ષણો સાથે હોય છે તો તે એન્ડોકાર્ડિટિસની નિશાની હોઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Warning Swelling Body Illness
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ