બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ ડ્રાય સ્કીનથી કંટાળ્યા છો? ટ્રાય કરી લો આ 5 ફ્રુટ, આવી જશે નેચરલ ગ્લો
6 ફોટો ગેલેરી
Last Updated: 09:35 AM, 12 December 2025
1/6
સામાન્ય રીતે શિયાળો બધાને ગમે છે પણ શિયાળો આરામદાયક માહોલની સાથે ઘણા પરેશાનીઓ પણ લાવે છે. ઠંડીમાં સ્કીન ડ્રાઈ, ડલ અને ખેંચાતી હોય એવી થઈ જાય છે. જેના માટે સિઝનલ ફ્રુટ જ સૌથી બેસ્ટ છે. જો તમે પણ શિયાળામાં નેચરલ ગ્લો મેળવવા માંગો છો તો આ ફ્રુટ અચુક ટ્રાય કરી લો
2/6
સફરજનમાં રહેલા વિટામિન A, C અને E ત્વચાને નરમ રાખે છે અને ડ્રાય સ્કીનની પ્રોબ્લેમને ઓછું કરે છે. સફરજનમાં પેક્ટિન નામનું તત્ત્વ હોય છે, જે પેટને સારી રીતે કામ કરવા મદદ કરે છે. તેની કુદરતી મીઠાશ ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને ચહેરા પર કોઈ સોજા થવા દેતું નથી. શિયાળામાં તમે પીનટ બટર સાથે સફરજન ખાશો તો તે સ્વાદિષ્ટ પણ લાગે છે અને ત્વચા માટે પણ ફાયદાકારક રહે છે.
3/6
સંતરા જોતા જ સમજાઈ જાય કે શિયાળો આવી ગયો છે. સંતામાં વિટામિન C ભરપૂર હોય છે, જે ચહેરાની નિરસ ત્વચાને તેજ આપે છે, ડાર્ક સ્પોટ ઓછા કરે છે અને ત્વચાને ટાઈટ રાખવામાં મદદ કરે છે. તેમાં પાણીનું પ્રમાણ ઊંચું હોવાથી સ્કિન હાઈડ્રેટ રહે છે અને ચહેરો સ્વાભાવિક રીતે તાજો દેખાય છે. શિયાળામાં સંતરું ખાવાથી તો ફાયદો થાય જ છે, સાથે જો તમે તેના છાલને સુકવીને પાઉડર બનાવો તો તેનાથી બનાવેલો ફેસ પેક પણ ત્વચા માટે ખૂબ ઉપયોગી બને છે.
4/6
શિયાળામાં દાડમ ત્વચા માટે ખરેખર રક્ષક ગણાય છે. તેના લાલ દાણા એન્ટીઓક્સીડન્ટથી ભરેલા હોય છ જે ત્વચાને ધૂળ-પ્રદૂષણ અને સૂર્યની ગરમીથી બચાવે છે. દાડમ બ્લડ સર્ક્યુલેનશનને સુધારે છે જેને કારણે ચહેરા પર કુદરતી તાજગી આવે છે. શિયાળામાં સવારે દહીંમાં અથવા ઉપમામાં દાડમ ઉમેરીને ખાવાથી ત્વચાને વધારે ફાયદો મળે છે.
5/6
જામફળ ત્વચાના ગ્લો માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમાં સંતરા કરતાં પણ વધારે વિટામિન C હોય છે, જે ચહેરાની ત્વચાને મજબૂત કરે છે અને તેને સુધારવામાં મદદ કરે છે. જામફળમાં રહેલું લાયકોપીન ત્વચાને નુકસાનકારક તત્ત્વોથી બચાવે છે અને કાળા ડાઘ ઘટાડવામાં મદદ કરે છે.શિયાળામાં જામફળ સરળતાથી મળી જાય છે અને સસ્તુ પણ હોય છે. તમે તેને કાળા મીઠા સાથે ખાવો તો પાચન સારી રીતે થાય છે અને ત્વચા પણ વધુ સાફ અને તંદુરસ્ત દેખાય છે.
6/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 16 જૂનને બનશે ત્રિપુષ્કર યોગ, આ જાતકોને થશે ધન લાભ સાથે મળશે સફળતા
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 16 જૂનથી બનશે મહારાજયોગ, આ 5 રાશિના લોકો પર થશે ધનલાભનો વરસાદ