બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health tips cold and cough and be serious know prevention

Health Tips / આટલા સમય પછી પણ શરદી-ખાંસી હોય તો ડૉક્ટર પાસે દોડજો, સિનિયર ડોક્ટરે જણાવ્યું ખતરનાક કારણ

Manisha Jogi

Last Updated: 01:34 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ધીરે ધીરે ગરમી આવી રહી છે. બે-ત્રણ દિવસ શરદી ખાંસી રહે તો તેને સામાન્ય ગણાવામાં આવે છે. વધુ દિવસ સુધી આ તકલીફ થાય તો એલર્ટ થઈ જવું જોઈએ.

  • વાતાવરણ બદલાવાને કારણે શરદી ખાંસી થાય છે
  • બે-ત્રણ દિવસ શરદી ખાંસી રહે તો તે સામાન્ય
  • વધુ દિવસ શરદી ખાંસી રહે તો ડોકટરની સલાહ લેવી જરૂરી

હવે ધીરે ધીરે ગરમી આવી રહી છે. વાતાવરણ બદલાવાને કારણે શરદી ખાંસી થાય તે સામાન્ય બાબત છે. ઈન્ફેક્શનને કારણે આ તકલીફ થાય છે. સવાર સાંજ તાપમાનમાં ફેરફાર થવાને કારણે આ સમસ્યા થાય છે. બે-ત્રણ દિવસ શરદી ખાંસી રહે તો તેને સામાન્ય ગણાવામાં આવે છે. વધુ દિવસ સુધી આ તકલીફ થાય તો એલર્ટ થઈ જવું જોઈએ. 
 
 વધુ દિવસ સુધી શરદી રહે તો...
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર શરદી ખાંસીના વાયરસની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. ઘણી વાર એવી ખાંસી આવે છે જેના કારણે નેબુલાઈઝેશનનો ઉપયોગ કરવો પડે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મોટાભાગના દર્દીઓ એક્યૂટ બ્રોંકાઈટિસનો શિકાર થઈ રહે છે. 

શરદી-ખાંસીના કારણો
 શરદી-ખાંસીના અનેક ગંભીર કારણ હોઈ શકે છે. કોવિડ-19, કોમન ફ્લૂ અને શરદી જેવી શ્વસન પ્રક્રિયાની સમસ્યા મુખ્ય કારણ છે. વાયુ પ્રદૂષણ અને એલર્જીને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. વાતાવરણ બદલાવાને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. 

આ લક્ષણો કેટલા દિવસ સુધી રહે છે
 શરદી-ખાંસી થાય ત્યારે નાકમાંથી પાણી નીકળવું, ખાંસી આવે છે અને ગળોમાં સોજો રહે છે. શરદી-ખાંસી ગંભીર રૂપ પકડે ત્યારે વધુ તકલીફ થાય છે જેમ કે, બોલવામાં તકલીફ થવી, સામાન્ય તાવ આવવો, શરીર દુખવું. એક સપ્તાહ કરતા વધુ સમય સુધી આ તકલીફ રહે તો તે ગંભીર સમસ્યા બની શકે છે, તેથી ડોકટરની સલાહ લેવી જરૂરી છે. 

શરદી-ખાંસી ના થાય તે માટે શું કરવું?

  • નાક અને મોંઢુ ઢાંકીને રાખો
  • માસ્ક પહેરો
  • હાથ સાફ રાખો
  • શરદી-ખાંસીના દર્દી સાથે સીધા સંપર્કમાં ના આવવું
  • બિમાર પડો ત્યારે ઘરની બહાર ના નીકળવું
  • ખાવા પીવાનું ધ્યાન રાખવું

વધુ વાંચો: પેટ ચોખ્ખું રાખવા ખાલી પેટ પીવો આ પાણી, અંદરથી બધો કચરો સાફ, આ પાણીથી કબજિયાત નહીં રહે

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ