બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધારે માત્રામાં દૂધ પીનારા ચેતી જજો! નહીંતર થઇ શકે છે આ 9 સાઇડ ઇફેક્ટ્સ

photo-story

8 ફોટો ગેલેરી

હેલ્થ / વધારે માત્રામાં દૂધ પીનારા ચેતી જજો! નહીંતર થઇ શકે છે આ 9 સાઇડ ઇફેક્ટ્સ

Last Updated: 11:55 AM, 7 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બાળકો હોય કે વડીલ, દરેક માટે દૂધનું સેવન ખૂબ જ સારું ગણાય છે. દૂધ પીવાથી હાડકા મજબૂત બંને છે, શરીરને જરૂરી ઘણા પોષક તત્વો મળે છે. પરંતુ જયારે આપણે વધુ માત્રામાં દૂધ પીએ છીએ તો આના કેટલાક નુકસાન પણ થઈ શકે છે. એવામાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય ત્યારે તો ભૂલથી પણ વધારે પડતું દૂધ ન પીવું જોઈએ.

1/8

photoStories-logo

1. દૂધના વધુ પડતા સેવનથી થાય છે નુકસાન

બાળકોને નાનપણથી જ દૂધ પીવડાવવામાં આવે છે જેથી તેઓ મોટા થાય ત્યારે તેમના હાડકાં, દાંત અને આખું શરીર સ્વસ્થ અને મજબૂત બને. દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે. આ હેલ્ધી ડ્રિંકને દરેકના ડાયટમાં સામેલ કરવું જોઈએ. પરંતુ, કેટલીકવાર વસ્તુઓના વધુ પડતા સેવનથી કેટલીક આડઅસર પણ થાય છે. આ જ વાત દૂધ પર પણ લાગુ પડે છે. જો તમે દિવસમાં એક કે બે ગ્લાસ દૂધ પીતા હોવ તો સારું છે, પરંતુ આનાથી વધુ સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. આનાથી હાડકામાં ફ્રેક્ચર થશે અને સાથે જ હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. ચાલો જાણીએ વધુ પડતું દૂધ પીવાથી શું નુકસાન થાય છે. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વધુ પડતું દૂધ પીવાના ગેરફાયદા

અહેવાલો અનુસાર, પોષક તત્વોથી ભરપૂર આહારમાં દૂધનો સમાવેશ કરવો જરૂરી છે, કારણ કે તેમાં ઘણા મહત્ત્વપૂર્ણ વિટામિન્સ અને મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સેલેનિયમ, વિટામિન ડી, પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, ઝીંક વગેરે હોય છે. જો કે, વધુ માત્રામાં દૂધ પીવાથી કેટલાક લોકોને આડઅસર થઈ શકે છે. જો આપણે ગાયના દૂધની વાત કરીએ તો, તે દરેકને અનુકૂળ નથી આવતું અથવા ઝડપથી પચતું નથી. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કેટલાકને હોય છે ડેરી ઉત્પાદનોથી એલર્જી

જો કે દૂધ પીવાના ફાયદા વધારે છે, તેમ છતાં કેટલાક લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ. કેટલાક લોકોને ડેરી ઉત્પાદનોથી એલર્જી અથવા લેક્ટોઝ ઇનટોલરન્સ હોય છે. આ ઉપરાંત દૂધ જેવી ડેરી પ્રોડક્ટ્સનું વધુ પડતું સેવન કરવાથી ખીલ, હાર્ટ પ્રોબ્લેમ જેવી બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. કેટલાક લોકોને ખીલની સમસ્યા વધુ હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે વાળના ફોલિકલ્સ તેલ અથવા મૃત ત્વચાથી ભરાઈ જાય છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, ખીલ, પિમ્પલ્સ થાય છે. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. થઈ શકે છે ઇન્ફલેમેટરી સ્કીન કંડીશન

એક અભ્યાસ અનુસાર, દૂધ પીવાથી અને પનીરનું સેવન કરવાથી બ્રેકઆઉટની સંભાવના ઘણી વધી જાય છે. સંશોધકોને ખાતરી નથી કે આવું શા માટે થાય છે, પરંતુ તેઓ માને છે કે ડેરી ઉત્પાદનોના સેવનથી ઇન્ફલેમેટરી (ઈમ્યુન) પ્રતિક્રિયા જવાબદાર હોઈ શકે છે. વધુ પડતું દૂધ પીવાથી ઇન્ફલેમેટરી સ્કીન કંડીશન થઈ શકે છે. કેટલાક લોકોમાં, દૂધ અને દૂધની બનાવટોના વધુ પડતા સેવનથી ખરજવું, ત્વચા પર પોપડીઓ બની જવી અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. બાળકોને હોય છે દૂધથી એલર્જી

સંશોધકોના મતે, 3% બાળકો અને 3 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓને કોઈને કોઈ પ્રકારે દૂધથી એલર્જી હોય છે. સમય સાથે તે ઓછી થઈ જાય છે, પરંતુ આ એલર્જી ત્યારે થાય છે જ્યારે ડેરી ઉત્પાદનોથી ઇન્ફલેમેટરી સંબંધિત પ્રતિક્રિયાઓ થાય છે. દૂધના સેવનથી ત્વચા પર ફોલ્લીઓ થવી, પેટ ખરાબ થવું, ઉલટી-ઉબકા, મળમાં લોહી આવવું જેવી એલર્જીઓ થઈ શકે છે. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. આ સમસ્યામાં ન કરવું ડેરી ઉત્પાદનોનું સેવન

લગભગ 68 ટકા લોકોને લેક્ટોઝ ઇનટોલરન્સની સમસ્યા હોય છે. લેક્ટોઝ ઇનટોલરન્સ હોય, તો દૂધ અથવા ડેરી ઉત્પાદનોનું સેવન ન કરવું જોઈએ, અન્યથા બ્લોટિંગ, ઉલટી, ઝાડા, ગેસ, પેટમાં દુખાવો, મરોડ, ઉબકા વગેરેની સમસ્યા થઈ શકે છે. પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે, કારણ કે જે લોકોમાં લેક્ટોઝ ઇનટોલરન્સ હોય છે તેઓ લેક્ટોઝ સરળતાથી પચાવી શકતા નથી. લેક્ટોઝ એ દૂધમાં મળતી ખાંડ છે. આનાથી બ્લોટિંગ, ઝાડા, પેટમાં દુખાવો વગેરે થઈ શકે છે. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. એક કપ દૂધમાં હોય છે અંદાજે 180 કેલરી

વધુ પડતી માત્રામાં દૂધ પીવાથી થતા નુકસાન કેટલીક વખત તેમાં રહેલ લેક્ટોઝ અને સેચ્યુરેટેડ ફેટને કારણે થાય છે. એક કપ દૂધમાં અંદાજે 180 કેલરી હોય છે. એવામાં ફુલ ફેટ દૂધનાં વધુ પડતું સેવનથી શરીરમાં કેલરીની માત્રા વધી જાય છે, જેના કારણે વજન વધવાનો ખતરો રહે છે. કેલરીને બેલેન્સ કરવા માટે, તંદુરસ્ત આહાર લેવાની સાથે શારીરિક રીતે સક્રિય રહેવું પડશે. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. વધી શકે છે હૃદય રોગનું જોખમ

ચરબીયુક્ત દૂધ પીવાથી તમારા લોહીમાં LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. ચરબીયુક્ત દૂધમાં સેચ્યુરેટેડ ફેટ હોવાથી, વધુ પડતું સેવન હૃદય રોગનું જોખમ વધારી શકે છે. જે લોકોને પહેલાથી જ હ્રદય સંબંધિત સમસ્યાઓ છે તેઓએ ચરબીયુક્ત દૂધનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. (Photo Courtesy: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Drinking too much Milk Milk Side Effects Lactose Intolerance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ