બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમ્યા બાદ તમને પણ ફ્રૂટ્સ ખાવાની ટેવ છે? તો જાણો શું કહે છે એક્સપર્ટ
Last Updated: 09:47 AM, 8 March 2026
ફળો આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ખૂબ જ જરુરી અને ફાયદાકારક વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. વિટામિન, ખનિજો, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, ફળો શરીરને માત્ર ઉર્જા જ નહીં, પણ અનેક રોગો સામે રક્ષણ પણ આપે છે. ઉનાળામાં તરબૂચ, નારંગી અથવા સફરજન જેવા ફળો ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે, સાથે પાચનતંત્ર પણ સુધરે છે.
ADVERTISEMENT
જોકે, ઘણા લોકો વિચારે છે કે ભોજન પછી તરત જ ફળ ખાવા યોગ્ય છે કે નહીં. તો, આવો એકસપર્ટ પાસેથી સમજાવીશું કે ભારે ભોજન પછી તરત જ ફળ ખાવા જોઈએ કે નહીં?
ઘણા લોકો ભારે ભોજન એટલે કે જમ્યા બાદ મીઠાઈ તરીકે ફળનો આનંદ માણે છે. જોકે, એક્સપર્ટ માને છે કે આ દરેક માટે યોગ્ય નથી. ફળોમાં રહેલી નેચરલ શુગર અને ફાઇબર ઝડપથી પચી જાય છે, જ્યારે ભારે ભોજનમાં રહેલા પ્રોટીન અને ચરબીને પચવામાં વધુ સમય લાગે છે.
ADVERTISEMENT

જમ્યા પછી તરત જ ફળ ખાવાથી પાચન ધીમું થઈ શકે છે, અને કેટલાક લોકોને ગેસ અને પેટનું ફૂલવું થઈ શકે છે. જો કે, આ દરેકને લાગુ પડતું નથી. સંવેદનશીલ પાચન તંત્ર ધરાવતા લોકો, અથવા ફ્રુક્ટોઝ ઇનટોલરેન્સ અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ ધરાવતા લોકો, જો ભોજન પછી તરત જ ફળ ખાય તો તેઓ ગેસ અને પેટનું ફૂલવાની સમસ્યા થઇ શકે છે.
ADVERTISEMENT
કેટલાક લોકો માને છે કે, ભોજન પહેલાં કે પછી ફળ ખાવાથી તેના પોષક તત્વો સંપૂર્ણપણે શોષાઈ શકતા નથી. જોકે, એક્સપર્ટ કહે છે કે માનવ પાચનતંત્ર ખોરાકમાંથી મહત્તમ પોષક તત્વોને શોષી લેવા માટે રચાયેલ છે.
આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય માટે હળદર વાળુ દૂધ લાભદાયી, પણ રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવુ યોગ્ય છે કે નહીં?
ADVERTISEMENT
હકીકતમાં નાનું આંતરડું ખૂબ લાંબુ હોય છે અને તેનું કામ ખોરાકમાં રહેલા પોષક તત્વોને ધીમે ધીમે શોષવાનું છે, તેથી ભોજન સાથે કે પછી ફળ ખાવાથી તેના પોષક તત્વોનો નાશ થતો નથી.
એક્સપર્ટના મતે, કેટલાક ફળો ભોજન પછી સરળતાથી પચી જાય છે અને ભોજન પાચનમાં મદદ કરી શકે છે. તેમાં પપૈયા, અનાનસ, કીવી, બેરીઝ વગેરે જેવા ફળોનો સમાવેશ થાય છે. પપૈયા અને અનાનસમાં રહેલા એન્જાઇમ પ્રોટીનને તોડવામાં મદદ કરે છે, જે પાચનમાં સુધારો કરી શકે છે.
ADVERTISEMENT
Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.