બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સ્વાસ્થ્ય માટે હળદર વાળુ દૂધ લાભદાયી, પણ રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવુ યોગ્ય છે કે નહીં?

હેલ્થ ટિપ્સ / સ્વાસ્થ્ય માટે હળદર વાળુ દૂધ લાભદાયી, પણ રાત્રે સૂતા પહેલા આ દૂધ પીવુ યોગ્ય છે કે નહીં?

Published By: Bijal Vyas

Last Updated: 08:18 AM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધ, હળદર, કાળા મરી, આદુ અને તજથી બનેલું આ પીણું માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ કે, તે તમારા માટે કેટલું ફાયદાકારક છે.

દરેક ભારતીય ઘરોમાં ઠંડીની સિઝનમાં કે ઠંડક વાળા વાતાવરણમાં હળદરવાળુ દૂધ પીવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેકને સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. દૂધ, હળદર, કાળા મરી, આદુ અને તજથી બનેલું આ પીણું માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ કે, તે તમારા માટે કેટલું ફાયદાકારક છે.

હળદરવાળુ દૂધ કેટલુ ફાયદાકારક ?

હળદરવાળા દૂધમાં એન્ટી-ઇફ્લેમેટરી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ શરીરની ઇમ્યૂન ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શિયાળા દરમિયાન શરદી, ખાંસી અને ફ્લૂને રોકવામાં તે ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે, તે સાંધાના દુખાવા, સંધિવા અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે. તે ગળાના દુખાવાને શાંત કરવા અને સારી ઊંઘ આવવામાં મદદ મળે છે.

milk-turmeric

ક્યારે પીવુ જોઇએ હળદરવાળુ દૂધ?

જોકે, ઘણા લોકો હળદરવાળું દૂધ પીતી વખતે એક સામાન્ય ભૂલ કરે છે કે તે સૂતા પહેલા પીવે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, રાત્રિભોજન અને સૂવાના સમય વચ્ચે ઓછામાં ઓછો એક થી બે કલાકનો સમય હોવો જોઈએ. હળદરવાળું દૂધ કેલરીથી ભરપૂર હોય છે, અને સૂતા પછી તરત જ તેને પીવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે. ડાયેટિશિયનના મતે, હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટી-ઇફ્લેમેટરી ગુણથી ભરપૂર છે અને પાચનમાં પણ મદદ કરે છે. જો કે, જો ભારે ભોજન પછી તરત જ અથવા સૂતા પહેલા તેનું સેવન કરવામાં આવે તો, તે કેટલાક લોકોમાં પિત્તનું ઉત્પાદન વધારી શકે છે, જેનાથી એસિડિટી અથવા એસિડ રિફ્લક્સ થઈ શકે છે.

આ પણ વાંચોઃ તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ છે તો કઇ દાળનું સેવન ફાયદાકારક? જાણો દાળની યોગ્ય માત્રા

આ લોકોને થઇ શકે તકલીફ

એક અહેવાલ મુજબ, હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોએ તેને પીતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ. જેમને પિત્તાશયની સમસ્યા હોય છે તેમણે હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે હળદર પિત્તનું સ્ત્રાવ વધારી શકે છે, જે સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે. જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો પણ હળદરનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ. હળદર લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે, જે દવાઓ સાથે જોડવામાં આવે તો બ્લીડિંગનું જોખમ વધી શકે છે. આયર્નની ઉણપ ધરાવતા લોકોએ હળદરવાળા દૂધનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ, કારણ કે હળદર શરીરમાં આયર્ન શોષણને અસર કરી શકે છે.

આ ઉપરાંત, જો તમે ગર્ભવતી હોય, લીવર સંબંધિત બીમારીથી પીડાતા હોય અથવા કોઈ સર્જરીનું આયોજન કરી રહ્યા હોય, તો નિયમિતપણે હળદરવાળું દૂધ લેતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. યોગ્ય માત્રામાં અને યોગ્ય પરિસ્થિતિઓમાં તેનું સેવન સલામત અને ફાયદાકારક માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

safe to drink before bed turmeric milk benefits Health Tips

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ