બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:38 PM, 10 August 2026
ગુજરાતમાં ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડવા જતાં પોલીસ અને આરોપી વચ્ચેની અથડામણની ઘટના છેલ્લા એક વર્ષમાં સતત ચર્ચામાં રહી છે. એક તરફ ગુનેગાર પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કરે છે, તો બીજી તરફ પોલીસ પણ તેને પકડવા માટે જીવના જોખમે મેદાનમાં ઊતરે છે. આવી કાર્યવાહી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં એક વર્ષમાં 17 આરોપી પર પોલીસ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં બે આરોપીનાં મોત થયાં છે, જ્યારે 15 આરોપી ઘાયલ થયા છે.
ADVERTISEMENT
6 આરોપીઓ દુષ્કર્મમાં ઝડપાયા હતા
ચોંકાવનારી વાત એ છે કે 17 આરોપીઓ પૈકી છ આરોપી દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા હતા. આરોપીની યાદી જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે પોલીસની ગોળી સામાન્ય ગુનાના આરોપી પર નહીં, પરંતુ ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પોલીસ માટે પડકારરૂપ બનેલા આરોપી સામે ચાલી હતી. હત્યા, લૂંટ, અપહરણ, ખંડણી, હથિયારની હેરાફેરી, મારામારી અને દુષ્કર્મ જેવા ગુનાઓના આરોપી આ યાદીમાં છે.
ADVERTISEMENT
દુષ્કર્મના આરોપી સામે પોલીસ ફાયરિંગ
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દુષ્કર્મના આરોપી સામે પણ પોલીસ ફાયરિંગની અનેક ઘટના બની છે. જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહ સાથે તાજેતરમાં બનેલી ઘટના બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આરોપીએ પોલીસ કાફલા સાથે ઝપાઝપી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
17 આરોપી...17 અલગ ગુનાની કહાણી
ADVERTISEMENT
2 સંગમસિંહ
11 સપ્ટેમ્બરઃ અપહરણ અને ખંડણી
ADVERTISEMENT
સ્થળ : અમદાવાદ રિવરફ્રન્ટ
ADVERTISEMENT
24 સપ્ટેમ્બરઃ લૂંટ, હત્યા
સ્થળ : અંબાપુર રિંગ રોડ, ગાંધીનગર
૩. સલમાન લરસી
6 નવેમ્બરઃ હત્યા
સ્થળ : ડાંગ, નવસારી
11 નવેમ્બરઃ હથિયારોની આપ-લે
સ્થળ : બીલીમોરા, નવસારી
8 ડિસેમ્બરઃ હત્યા
સ્થળ : ઘાટલોડિયા, અમદાવાદ
6 રામસિંહ
10 ડિસેમ્બરઃ દુષ્કર્મ
સ્થળ : આટકોટ, રાજકોટ
16ડિસેમ્બરઃ હત્યા કેસ
સ્થળ : ગોડાદરા, સુરત
8.રામ ગનીત યાદવ
20 ડિસેમ્બરઃ દુષ્કર્મ
સ્થળ : ગાંધીનગર
9 અશોક બિશ્નોઈ
૩૦ ડિસેમ્બરઃ 27 કેસ
સ્થળ : દાહોદ
1૦. દેવરાજ બોરાણા
૩૦ ડિસેમ્બરઃ મારામારી-રાયોટિંગ
સ્થળ : સુરેન્દ્રનગર
8 મે, 202 બેન્ક લૂંટ
સ્થળ : કન્સરિયા ગામ, સુરત
11 મે, ૨૦૨૬ હત્યા
સ્થળ : મીઠી ખાડી-લિંબાયત, સુરત
25 મે, ૨૦૨૬ઃ હત્યાનો પ્રયાસ
સ્થળ : સરદાર પટેલ ઓક્સિજન પાર્ક, અમદાવાદ
૨૩ જૂન, 2026 હત્યા
સ્થળ : સીમલી ગામ નજીક, વડોદરા
૨ જુલાઈ, 2026 હથિયાર હેરાફેરી
સ્થળ : ચંડોળા તળાવ, અમદાવાદ
20 જુલાઈ, ૨૦૨૬ઃ અપહરણ-હત્યા-દુષ્કર્મ
સ્થળ : કેળારિયા ગામ પાસે, વડોદરા
9ઓગસ્ટ, 2026 દુષ્કર્મ
સ્થળ : હેબતપુર, અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.