બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / health neem leaves reduce blood sugar instantly know how to eat for best result ayurvedic

Health / હેલ્થ માટે કંઇ ચમત્કારથી કમ નથી આ વૃક્ષ, રોજ સવારમાં ખાલી પેટ કરો સેવન, શુગર કંટ્રોલમાં

Manisha Jogi

Last Updated: 04:59 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીમડાના પાનમાં રહેલ ફ્લેવેનોઈડ્સ તથા અન્ય પોષકતત્ત્વોને કારણે શુગર ઓછું થાય છે. લીમડાના પાન કડવા હોય છે, પરંતુ આરોગ્ય માટે લાભકારી છે.

  • લીમડાના પાનને લાભકારી માનવામાં આવે છે
  • બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે
  • લીમડાના પાનમાં ઔષધીય ગુણ રહેલા છે

ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાનને લાભકારી માનવામાં આવે છે. નિયમિતરૂપે લીમડાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. લીમડાના પાનમાં રહેલ ફ્લેવેનોઈડ્સ તથા અન્ય પોષકતત્ત્વોને કારણે શુગર ઓછું થાય છે. લીમડાના પાન કડવા હોય છે, પરંતુ આરોગ્ય માટે લાભકારી છે. લીમડાના પાનમાં ઔષધીય ગુણ રહેલા છે, જેથી બિમારીઓ સામે રક્ષણ મળે છે. આયુર્વેદમાં લીમડાના પાનનો અનેક બિમારીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસ તથા ત્વચા સંબંધિત સમસ્યાતી રાહત મળે છે.

આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, લીમડાના પાનમાં તિક્ત અને કષાય રસ રહેલો હોય છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું કરે છે. લીમડાના પાનમાં ફ્લેવોનોઈડ્સ સહિત અનેક ઔષધીય ગુણ રહેલા છે. જે પૈંક્રિયાજ સ્ટિમ્યુલેટ કરે છે, જેથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. 

કેવી રીતે સેવન કરવું?
નિયમિતરૂપે સવારે 4-5 લીમડાના પાનનું ચાવીને સેવન કરવાથી લાભ થાય છે. તમે લીમડાના પાન ખાઈને પાણીનું સેવન કરી શકો છો. જે લોકો નિયમિતરૂપે લીમડાના પાનનું સેવન કરી શકતા નથી તેઓ લીમડાના તેલનો ઉપયોગ કરી શકે છે. લીમડાનું તેલ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. 

લીમડાના પાનનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યા સામે રાહત મળે છે. આ લીમડાના પાનનું સેવન કરવાથી ત્વચાના રોગ સામે રક્ષણ મળે છે. ઉપરાંત વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહે છે અને બિમારીઓ થવાનું જોખમ રહેતુ નથી. આ પાન પીસીને પણ તેનું ચૂર્ણ બનાવી શકાય છે. 

લીમડાના પાન કોણે ના ખાવા જોઈએ?
જે લોકો શારીરિક રીતે નબળા હોય, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, વડીલ અને નાના બાળકોએ લીમડાના પાન ના ખાવા જોઈએ. બ્લડ પ્રેશરના દર્દીઓ, શરીરના દુખાવાથી પરેશાન, જે લોકોની સર્જરી થઈ હોય તેમણે લીમડાના પાન ના ખાવા જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ