બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Health Minister Rishikesh Patel visited patients in Andhapa cases at Mandal Hospital in Ahmedabad

અમદાવાદ / માંડલની હોસ્પિટલની બેદરકારીના પડધાં: ગુજરાતની તમામ સરકારી અને ખાનગી આંખની હોસ્પિટલોમાં તપાસ થશે, ઋષિકેશ પટેલનો આદેશ

Dinesh

Last Updated: 05:37 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદનાં માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના અંધાપા કેસમાં દર્દીઓ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી છે

  • માંડલ અંધાપા કેસમાં આરોગ્ય તંત્ર હરકતમાં
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓની  લીધી મુલાકાત
  • હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી મેળવી માહિતી


અમદાવાદનાં માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ વિવાદમાં આવી છે. જેમાં આંખની સારવાર કરાવ્યા બાદ દર્દીઓને અંધાપાની અસર થઈ હતી. અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જો કે, સમગ્ર કેસને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓની મુલાકાત લીધી હતી. અત્રે જણાવીએ કે, ગુજરાતની તમામ સરકારી અને ખાનગી આંખની હોસ્પિટલોમાં હવે તપાસ થશે

આરોગ્ય મંત્રી મુલાકાત લીધી
હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહી કરીને રિપોર્ટ મંગાવતા આરોગ્ય મંત્રીએ આંખની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય કમિશનર સાથે હોસ્પિટલમાં મુલાકાત લઈ દર્દીઓની માહિતી મેળવી હતી તેમજ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સ્વાતિ રવાણી સાથે પણ ચર્ચા કરી હતી.

આરોગ્ય મંત્રીનું નિવેદન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે જણાવ્યું કે, માંડલની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 ઓપરેશન થયા હતા, જે 29 માંથી 17 દર્દી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. 13 જાન્યુઆરીથી તકલીફ થતાં 15 અને 16 તારીખે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે માંડલની હોસ્પિટલમાં ટીમ મોકલીને તપાસ શરૂ કરી છે.  તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે. ભૂતકાળની ઘટનાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી

'હોસ્પિટલોમાં ધારાધોરણોની તપાસ કરાશે'
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ માટે 16 જાન્યુઆરીએ આરોગ્ય વિભાગની ટીમને મોકલી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બને નહી તે માટે સરકારી અને ખાનગી આંખની હોસ્પિટલોમાં ધારાધોરણોની તપાસ કરાશે. હોસ્પિટલમાં અગાઉ 103 દર્દીના ઓપરેશન કરાયા હતા તે તમામ દર્દીઓનો સંપર્ક કરાશે"

તપાસનો ધમધમાટ
અત્રે જણાવીએ કે, માંડલની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 ઓપરેશન થયા હતા. 29 માંથી 17 દર્દી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  આરોગ્ય વિભાગે માંડલની હોસ્પિટલમાં ટીમ મોકલીને તપાસ શરૂ કરી છે. ત્યારે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં અગાઉ 103 દર્દીના ઓપરેશન કરાયા હતા તે તમામ દર્દીઓનો સંપર્ક કરાશે

વાંચવા જેવું: અમદાવાદીઓ એલર્ટ! શહેરના આ વિસ્તારો બન્યા હોટ સ્પોટ, 2023માં મોતનો આંક 500ને પાર, કારણ ચોંકાવનારું

બેદરકારીનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 15 દર્દીઓને આંખનું ઓપરેશન કરાવવું ભારે પડ્યું છે. ઓપરેશન બાદ દર્દીઓની એક આંખને અસર થઈ હતી. 3 મહિલાઓ અને 2 પુરૂષો અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓપરેશન બાદ આંખામાં ટીપા નાખવાથી આંખને અસર થયાની આશંકા છે. ત્યારે દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી ઈન્ફેક્શન થયું હોવાનો આક્ષેપ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ