બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health eating these vegetable raw get more benefits than cooked

સ્વાસ્થ્ય / આ શાકભાજીઓ પકવીને ખાતા હોય તો બંધ કરી દેજો, ન્યુટ્રિશન ગાયબ થઈ જશે, ફાયદો ઝીરો

Published By: Vidhata

Last Updated: 03:00 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ તો શાકભાજીને રાંધીને ખાવાથી ફાયદો થાય છે. પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે જેને જો રાંધવામાં આવે તો તે તમામ જરૂરી પોષણ ગુમાવે છે. જાણો ક્યા છે તે શાકભાજી.

મોટાભાગે રાંધેલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક ફૂડસ એવા હોય છે જેને જો રાંધીને ખાવામાં આવે તો તેમાંથી તમામ મિનરલ્સ અને પોષક તત્વો મળતા નથી. તેથી જો તમે તમારા શરીરમાં તેમના તમામ પોષક તત્વોને એબ્ઝોર્બ કરવા માંગતા હો, તો આ ખોરાકને રાંધવાને બદલે કાચા ખાઓ. આવો જાણીએ ક્યા છે તે શાકભાજી.

લસણ - ભારતીય રસોઈમાં, લસણનો ઉપયોગ મોટાભાગે ગ્રેવી અને સીઝનીંગ બનાવવામાં થાય છે. જેના કારણે ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ જો તમે લસણને તેના ફાયદા માટે ખાવા માંગો છો, તો તેને કાચું ખાવું વધુ સારું રહેશે. લસણમાં હાજર એલિસિન એ એન્ટીબેક્ટેરિયલ એન્ઝાઇમ છે. તે કેન્સર જેવી ખતરનાક બીમારીઓને પણ શરીરમાં બનતા અટકાવે છે. લસણને રાંધવાથી એલિસિન એન્ઝાઇમ ઘટી જાય છે. જેના કારણે લસણ ખાવાના ફાયદા નથી થતા. જો તમે લસણને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે ખાવ છો, તો તેને ચટણી અથવા ડિપ્સમાં કાચું ભેળવીને ખાઓ.

ડુંગળી - લસણની જેમ ડુંગળીના ફાયદા પણ તેના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે છે. કાચી ડુંગળીમાં સલ્ફર અને ફિનોલિક કમ્પાઉન્ડ પણ હોય છે. જે રાંધવાથી ખતમ થઇ જાય છે અને ડુંગળી ખાવાના ફાયદા ઓછા થાય છે. તેથી જો તમે ડુંગળીનો ઉપયોગ વઘાર અથવા ગ્રેવી માટે કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે નહીં. ડુંગળીના મહત્તમ ફાયદા મેળવવા માટે તેને કાચી ખાવી જોઈએ. ખાસ કરીને ઉનાળામાં કાચી ડુંગળી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

વધુ વાંચો: વર્કઆઉટ બાદ તરત જ પાણી પીતા હોય તો ચેતજો, હાઈપોનૈટ્રેમિયાનો ખતરો, આ લક્ષણોને ઓળખજો

કોબીજ, ફૂલકોબી, બ્રોકોલી જેવી શાકભાજી - 

કોબીજ, ફૂલકોબી, બ્રોકોલી જેવી શાકભાજીને ક્રુસિફેરસ વેજીટેબલ કહેવામાં આવે છે. આ શાકભાજીને રાંધ્યા પછી ખાવાથી તેના એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરની માત્રામાં ઘટાડો થાય છે. તેથી, આ શાકભાજી કાચા ખાવાના વધુ ફાયદા છે. પરંતુ મોટાભાગના લોકો આ શાકભાજી ખાધા પછી ગેસ્ટ્રિક અને એસિડિટીની ફરિયાદ કરે છે. એવામાં બ્રોકોલી, ફૂલકોબી અને કોબીજ જેવા શાકભાજીને બે મિનિટ રાંધીને ખાવું જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health benefits of eating raw vegetable lifestyle Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ