ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વડોદરાના સમાચાર / છેક દશેરાના આગલા દિવસે તંત્રએ લીધા ફરસાણના નમૂના, હવે શું, કાલ સુધીમાં તો બધાં લાખોની મીઠાઈ ઝાપટી જશે

ચેકીંગ / છેક દશેરાના આગલા દિવસે તંત્રએ લીધા ફરસાણના નમૂના, હવે શું, કાલ સુધીમાં તો બધાં લાખોની મીઠાઈ ઝાપટી જશે

Last Updated: 02:34 PM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દશેરા અને દિવાળીનો તહેવાર નજીક આવતા જ રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અચાનક જ લોકોના સ્વાસ્થ્યની ચિંતા થતા સફાળું જાગ્યું છે. તેમજ ફરસાણ-મીઠાઈની દુકાનમાં ચેકિંગ હાથ ધરી નમૂના લેબમાં મોકલ્યા છે.

ADVERTISEMENT

રાજકોટ: દશેરા જેવી મોટી તહેવાર પહેલા રાજકોટ મનપાના આરોગ્ય વિભાગનું ઘોડું દોડ્યું છે. મીઠાઈ અને ફરસાણ પર તંત્રનું ધ્યાન ગયું છે.

કઈ કઈ ફરસાણ-મીઠાઈની દુકાનમાંથી નમૂના લીધા

તહેવારની સીઝન શરૂ થતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લુઝ સાટા, બરફી, કાજુકતરી, ગાંઠિયા અને જલેબી સહિતના કુલ 32 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ બાલાજી ફરસાણ, જય સિયારામ ફરસાણ અને રાધે કૃષ્ણ ફરસાણ જેવા જાણીતા દુકાનોમાંથી લેવામાં આવ્યા છે.

પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ નમૂનાઓના પરિણામો તહેવાર પહેલા આવશે કે નહીં?

સામાન્ય રીતેના સેમ્પલનું લેબ ટેસ્ટિંગ પૂર્ણ થવામાં 7 થી 10 દિવસ લાગી શકે છે. ત્યારે જો હજુ પરિણામો જ ન આવ્યા હોય, તો લોકો એ મીઠાઈ અને ફરસાણ તહેવાર દરમિયાન ખરીદી અને આરોગ્ય માટે જોખમ ભરેલ ખાવાનું ચાલુ રાખશે.

વડોદરા શહેરમાં દશેરા પર્વને લઈ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાફડા-જલેબીના ચટાકેદાર વ્યંજનો સાથે આવતીકાલે સમગ્ર શહેર ‘જયાફત’ માણશે. શહેરના મુખ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ફાફડા-જલેબીના સ્ટોલ લાગી ગયા છે અને ગ્રાહકોનો ઘસારો વધવા લાગ્યો છે.

હવે તો દશેરાની ઉજવણી માત્ર રાવણ દહન સુધી સીમિત રહી નથી. પરંતુ 'ફાફડા-જલેબી ફેસ્ટિવલ'ના રૂપમાં લોકોના પેટ સુધી પહોંચી ગઈ છે. દર વર્ષે કરોડો રૂપિયાની ફાફડા-જલેબી વેચાણની આશા વ્યાપારીઓ રાખે છે, અને આ વર્ષે પણ ખર્ચક ગ્રાહકો ઉમટવાની શક્યતા છે.

ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે શહેરમાં ચેક કરવાનું

પરંતુ શહેરની આરોગ્ય વ્યવસ્થાની બેદરકારી ફરી એકવાર પ્રશ્નચિહ્ન હેઠળ આવી છે. પાલિકા દ્વારા માત્ર પર્વના એક દિવસ પૂર્વે ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે શહેરમાં ચેક કરવાનું શરૂ કર્યું છે. ફાફડા, જલેબી, ચટણી અને અન્ય ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ અનામત રિપોર્ટ આવતા અંદાજે 14 દિવસ લાગશે.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણ, પુત્રનો બાપ, આખરે ઝડપાયો ગાંધીનગર મહિલા કોન્સ્ટેબલ મર્ડર કેસનો આરોપી, આવ્યો વળાંક

રિપોર્ટ આવતાં પહેલા જ આ ખોરાકનો સેવન કરી લેશે

એવામાં યોગ્ય સમયસર તપાસના પરિણામ ન મળતા, શહેરજનો રિપોર્ટ આવતાં પહેલા જ મીઠાઈનું સેવન કરી લેશે, અને જો એ ખાદ્ય પદાર્થ અખાદ્ય નીવડે તો આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Dussehra Celebration Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ