ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રેમ પ્રકરણ, પુત્રનો બાપ, આખરે ઝડપાયો ગાંધીનગર મહિલા કોન્સ્ટેબલ મર્ડર કેસનો આરોપી, આવ્યો વળાંક
Last Updated: 01:34 PM, 1 October 2025
ADVERTISEMENT
ગાંધીનગરમાં પાઠ્ય પુસ્તક મંડળના ક્વાર્ટરમાંથી ગત રોજ મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે ગાંધીનગર પોલીસ દ્વારા ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની અથાગ મહેતન બાદ આખરે આરોપી ઝડપાઈ જતા પોલીસે તેની પૂછપરછ કરતા આરોપીઓ મોટો ખુલાસો કર્યો હતો. તેમજ મોહન પારઘી પરણીત હતો તેમ છતાં તેને મૃતક મહિલા કોન્સ્ટેબલ સાથે સબંધ હતો. છેલ્લા 15 વર્ષથી યુવતી સાથે આરોપીને સબંધ હતો. તેમજ યુવતી લગ્ન માટે મોહન પારઘીને પ્રેશર કરતી હોવાથી આરોપી દ્વારા તેની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો.
ADVERTISEMENT

રવી તેજા વાસમ શેટ્ટી (એસપી,ગાંધીનગર)
ADVERTISEMENT
મૃતક મહિલા કોન્સ્ટેબલ તથા આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો.
આ સમગ્ર મામલે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોહન પારઘીની અમરેલીથી ગાંધીનગર એલસીબીએ કરી ધરપકડ કરી છે. મૃતક મહિલા કોન્સ્ટેબલ તથા આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો. કોલેજ કાળથી બન્ને સંપર્કમાં આવ્યા હતા. મહિલા કોન્સ્ટેબલ પ્રેમી મોહન પારઘી ને લગ્ન કરવા દબાણ કરતી હતી. આરોપી મોહન પારઘી પહેલેથી પરણીત હતો. મોહન પારઘી એક ચાર વર્ષના પુત્રનો પિતા હતો. મહિલા કોન્સ્ટેબલ સાથે મોડી રાત્રે મુલાકાત થઈ હતી. મુલાકાત બાદ લગ્ન બાબતે તકરાર થતા મોહને હત્યા કરી હતી. મોહન હત્યા કરી બહારથી જ અમરેલી રવાના થયો હતો. આરોપી મોહન બસ થી અમરેલી પોહોંચ્યો હતો. મહિલા કોન્સ્ટેબલને ભાઈએ ફોન કર્યો હતો જે ના ઉપાડતા પાડોસીને જાણ કરી હતી. પાડોશીએ દરવાજો ખોલતા રિંકલ વણઝારાનો મૃતદેહ મળ્યો હતો. રિંકલ વણઝારા કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ ૃના શાહીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. આરોપી યુવક તથા મૃતક રિંકલ વણઝારા મુળ ગારીયાધાર ના રહેવાસી હતા. આરોપી મોહન પારધીના વર્ષ ૨૦૧૫ માં થયા હતા લગ્ન. મૃતક કોન્સ્ટેબલ ના ભાઈ તથા ભાભી ગારીયાધાર નૈવેદ્ય માટે ગયા હતા. આરોપી મોહન તથા મૃતક મહિલા કોન્સ્ટેબલ સ્નેપચેટ થી કરતા હતા વાતો. મોઢા પર કપડૂ દબાવી આરોપીએ હત્યા કરી હતી.
ADVERTISEMENT
અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ ગાંધીનગરમાં સેક્ટર-24 માં આવેલ પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી છે. તેમજ એફએસએલ દ્વારા મહિલા કોન્સ્ટેબલના મૃત્યુંને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે. પોલીસ દ્વારા યુવતીની હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

ADVERTISEMENT
પાડોશીએ દરવાજો ખોલતા યુવતીનો મૃતદેહ મળ્યો
મળતી માહિતી મુજબ ગાંધીનગર સેક્ટર-24 માં આવેલ પાઠ્ય પુસ્તક મંડળના ક્વાર્ટરમા રહેતી રિંકલ વણઝારાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીના ભાઈ-ભાઈ નવરાત્રીની આઠમ હોઈ નેવૈધ કરવા માટે ભાવનગર ખાતે ગયા હતા. રિંકલબેને ફોન રિસીવ ન કરતા આ સમગ્ર બાબતે રિંકલબેનની બહેન દ્વારા પાડોશીને જાણ કરતા પાડોશીએ ઘરનો દરવાજો ખોલીને જોતા યુવતીનો નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ પડ્યો હતો. રિંકલનો મૃતદેહ જોઈ પાડોશી ગભરાઈ જઈ બુમાબુમ કરી હતી. જે બાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ડોક્ટર દ્વારા મહિલા કોન્સ્ટેબની તપાસ હાથ ધરતા મહિલાને મૃત હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ખેડૂતો માટે ખુશખબર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, લાભ લેવા આવતીકાલથી નોંધણી શરૂ
ADVERTISEMENT
ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઘટનાની જાણ પોલીસને થતા ગાંધીનગર એસી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસને કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો