ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડૂતો માટે ખુશખબર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, લાભ લેવા આવતીકાલથી નોંધણી શરૂ
Last Updated: 05:19 PM, 30 September 2025
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકારે ખેડૂતહિતમાં મહત્વનો નિર્ણય લેતાં 1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. ખેતી કરતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને ઉત્પાદનનું યોગ્ય મૂલ્યાંકન થાય તે હેતુથી સરકાર તરફથી આ યોજનાનો અમલ કરાશે.
ADVERTISEMENT

પ્રતિ ક્વિંટલ રૂ. 300નું વધારાનું બોનસ પણ મળશે
ADVERTISEMENT
ટેકાના ભાવની ખરીદી સિવાય ખેડૂતોને પ્રતિ ક્વિંટલ રૂ. 300નું વધારાનું બોનસ પણ મળશે. આ નિર્ણય ખેડૂતોના આવક સ્તર ઉંચું કરવા અને કૃષિ ઉત્પાદનમાં પ્રોત્સાહન આપવા માટે લેવાયો છે. ખાસ કરીને બાજરી, જુવાર અને રાગી જેવા પરંપરાગત અને પોષણયુક્ત અનાજની ખેતીને વધારવા માટે આ પગલું અસરકારક સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT
1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે
આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખુલ્લી રહેશે. ખેડૂતોએ સરકારની અધિકૃત પોર્ટલ પર જઈ જરૂરી દસ્તાવેજોની સાથે પોતાનું નોંધણી કરાવવી રહેશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાજકોટમાં પાણીની સમસ્યા સામે મહિલાઓ બની રણચંડી! ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો
ADVERTISEMENT
ખેડૂતોને સીધો ફાયદો
આ કામગીરીથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે અને ખેતી વ્યવસાય વધુ સશક્ત બનશે. ખેડૂતોએ સમયમર્યાદામાં નોંધણી કરાવી જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવા અનુરોધ કરવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.