ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:24 PM, 29 September 2025
ADVERTISEMENT
રાજકોટ શહેરના કટારીયા ચોકડી વિસ્તારમાં આજે સ્થાનિક લોકોએ રસ્તા અને પાણી જેવી તાત્કાલિક જરૂરિયાતોની માંગ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતાં લોકોના રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો.
ADVERTISEMENT

કોઈ સકારાત્મક પગલું લેવામાં આવતું નથીઃ સ્થાનિક
ADVERTISEMENT
સ્થાનિકોનું કહેવું છે કે, તેઓ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા, નકારા ડ્રેનેજ અને અઠવાડિયામાં માત્ર એક વાર આવતા પાણી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમનું આ પણ કહેવું છે કે, અનેક વખત તંત્ર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સકારાત્મક પગલું લેવામાં આવતું નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'હિંમત હોય તો નામ..', હવે જીગીશા પટેલે કોના પર ઠાલવ્યો રોષ
મહિલાઓનો રોષ ભભૂક્યો
ADVERTISEMENT
મહિલાઓએ કહ્યું, અઠવાડિયામાં માત્ર એકવાર પાણીનું ટેન્કર આવે છે. રોડ-રસ્તા, પાણી સહિતની સામાન્ય સુવિધા મળતી નથી. તંત્રને અનેકવાર રજૂઆત કરી છતા નિરાકરણ આવતું નથી. રજૂઆત કરવા જતા અધિકારીને મળવા ન દેતા હોવાનો આક્ષેપ કર્યો હતો. રજૂઆત કરવા 10-10વાર કચેરીએ ધક્કા ખાધા. રોડ બ્લોક કરતા સ્થાનિક પોલીસની ટીમ દોડી આવી. પોલીસ અધિકારીએ મહિલાઓને સમજાવવા કર્યો પ્રયાસ.મહિલાઓની એક જ માગ, પાણી અને પ્રાથમિક સુવિધા મળેય
સંકળાયેલા મુદ્દાઓ