ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'હિંમત હોય તો નામ..', હવે જીગીશા પટેલે કોના પર ઠાલવ્યો રોષ
Last Updated: 02:27 PM, 29 September 2025
ADVERTISEMENT
ગોંડલમાં રાજુ સખિયાને મળેલા નનામા લેટર અંગે જિગીષા પટેલે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, લેટર લખનારમાં હિંમત હોય તો નામ અને એડ્રેસ તો લખાય. લેટર અંગે ફરિયાદ કેમ અને ક્યાંથી કરવી તે નક્કી કરાશે. તેમજ મે પોલીસ સુરક્ષા માંગી છે.
ADVERTISEMENT
રાજુ સખિયાને મળ્યો નનામો લેટર
ADVERTISEMENT
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગોંડલમાં હજુ પણ ગુંડારાજ છે. જેને નાબૂદ કરવું જોઈએ. થોડા દિવસ અગાઉ પાટીદાર અગ્રણી રાજુ સખિયાને નનામો લેટર મળ્યો હતો. લેટરમાં જિગીષા પટેલનો ચોટલો પકડીને લાવવાની વાત છે. તેમજ સર્વ જ્ઞાતિ સંમેલનના નામે રાજુ સખિયા સહિત કેટલાક પાટીદાર અગ્રણીઓને ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ VIDEO : મંદિર જળમગ્ન, નદીઓમાં ઘોડાપૂર, નવરાત્રિ વચ્ચે અહીં વરસાદે ભુક્કા બોલાવ્યા
ADVERTISEMENT
લેટર લખનારમાં હિંમત હોય તો નામ અને એડ્રેસ લખાય-જિગીષા પટેલ
પાટીદાર અગ્રણી જિગીષા પટેલે જણાવ્યું હતું કે, સાથે સાથે રાજુભાઈ સખીયાની ઓફીસે એક નનામો લેટર પણ આવેલ છે. એ લેટરમાં પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી એક સંમેલન કરવાની વાત છે. એ સંમેલનની અંદર જીગીષા પટેલનો ચોટલો પકડી સ્ટેજ પર લાવવાના છીએ. એવી વાત છે. એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા. એ ફરિયાદ માટે રાજુભાઈ સખીયા અરજી કરશે અથવા તો અમદાવાદથી હું પોતે ફરિયાદ કરૂ.આગામી દિવસોમાં આ બાબતે અમે કાયદાકીય લડાઈ લડવાના છીએ. આ નનામો જે લેટર આવેલ છે તે બાબતે હું લખનારને પણ કહું છું કે જો તમે એવા શૂરવીર હોવ તો કે તમે એક દીકરીનો ચોટલો પકડી બધા સમાજની વચ્ચે સ્ટેજ પર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારૂ એમાં નામ, એડ્રેસ, ફોન નંબર એમાં ટાંકવાની પેલી રખાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.