બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health change these 5 bad habits today you will never become heart patient

સ્વાસ્થ્ય / હાર્ટની સમસ્યાથી મેળવવો છે કાયમ માટે છૂટકારો? તો આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ

Arohi

Last Updated: 08:49 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips To Keep Heart Healthy: હાર્ટને હેલ્ધી રાખવા માટે લોકોને સારી આદતોને અપનાવવી જોઈએ અને ખોટી આદતોને બદલી નાખવી જોઈએ. વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં યુવા ખોટી આદતોના કારણે હાર્ટ ડિઝીઝનો શિકાર થઈ રહ્યા છે.

હાર્ટ એટેકના કેસ સતત વધતા જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં યુવા આ જીવલેણ કંડીશનનો શિકાર થઈને જીવ ગુમાવી રહ્યા છે. દુનિયાભરમાં હાર્ટ એટેક અને અન્ય હાર્ટ ડિઝિઝના કારણે લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હાર્ટ આપણા શરીરનું સૌથી જરૂરી અંગ હોય છે અને તેમાં કોઈ મુશ્કેલી આવે તો તે આખા સિસ્ટમને બગાડી શકે છે. એવામાં અમુક આદતોને બદલીને હાર્ટ હેલ્થને બૂસ્ટ કરી શકાય છે. 

ઓયલી અને જંક ફડ્સ કરો અવોઈડ 
આજકાલ મોટી સંખ્યામાં લોકો તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ્સનું સેવન કરી રહ્યા છે. જેની ખરાબ અસર આપણા હાર્ટ પર પડી રહી છે. એક રિપોર્ટ અનુસાર તળેલું ભોજન કરવાથી આપણા લિવરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. આ કોલેસ્ટ્રોલ આપણા હાર્ટ માટે ઘણી મુશ્કેલીઓ લઈને આવી શકે છે. 

પુરતી ઉંઘ ન લેવી 
એક રિસર્ચ અનુસાર જે લોકો આખો દિવસ ફક્ત 6 કલાક સુવે છે તેમને પુરતી ઉંઘ લેનારની તુલનામાં હાર્ટ એટેકનો ખતરો વધારે હોય છે. ત્યાં જ જે લોકો દરરોજ 7થી 8 કલાકની સારી ઉંઘ લે છે તેમનામાં હાર્ટ એટેકની આશંકા ઓછી હોય છે. આજકાલ મોટાભાગના લોકો મોડી રાત સુધી જાગે છે અને પર્યાપ્ત ઉંઘ નથી લેતા. એવામાં દરરોજની 7થી 8 કલાકની ઉંઘ પુરી નથી થતી. 

આખો દિવસ ફક્ત બેસી ન રહો 
નોકરીયાત લોકો મોટાભાગે કલાકો સુધી ખુરશી પર એકજ જગ્યા પર બેસી રહે છે. જેના કારણે તેમના શરીર અકડાઈ જાય છે. જેના કારણે તેમના લોહીના ભ્રમણમાં અસર પડે છે અને તેમને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે. 

સિગરેટ ન પીવો 
સિગરેટ હાર્ટ માટે ઘાતક સાબિત થઈ શકે છે. એક સંશોધન અનુસાર સિગરેટ પીતી વ્યક્તિને હાર્ટની સમસ્યા વધારે થાય છે. જેથી તેમની હાર્ટ હેલ્થ પણ ઓછુ થઈ જાય છે. એવામાં જો તમે સિગરેટ પીવો છો તો તેને આજે જ છોડો. 

વધુ વાંચો: ઊંઘતા પહેલા આ 5 મંત્રોનો કરજો જાપ, ચિંતાઓનો આવશે અંત, ચમત્કારી ઉર્જાનો થશે અહેસાસ

દાંતને હંમેશા રાખો સાફ 
દાંતના સ્વાસ્થ્યનો તમારા હાર્ટના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. હકીકતે જે બેક્ટેરિયા તમારા દાંતોમાં પેદા થાય છે તેને બ્રશથી હટાવી શકાય છે. જો બેક્ટેરિયાને સમય રહેતા સાફ ન કરવામાં આવે તે તે મોંઢાના રસ્તે પોતાના બ્લડ સ્ટ્રીમમાં ઘુસી સકે છે. તેના બાદ આ બેક્ટેરિયા સીધા તમારા હાર્ટને નુકસાન કરી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ