બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / યુવાનો બની રહ્યા છે 'સાયલન્ટ કીલર'ના ભોગ, આ કારણો જવાબદાર, લક્ષણો અવગણ્યા તો જીવ જશે

હાયપરટેન્શન / યુવાનો બની રહ્યા છે 'સાયલન્ટ કીલર'ના ભોગ, આ કારણો જવાબદાર, લક્ષણો અવગણ્યા તો જીવ જશે

Last Updated: 01:43 PM, 8 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hypertension : આ સ્થિતિમાં બ્લડ પ્રેશર વધી જાય છે. જેના કારણે કિડની, હૃદય અને શરીરના અન્ય અંગોને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. હાઈપરટેન્શનને સાયલન્ટ કિલર પણ કહેવાય છે

Hypertension : Hypertension એટલે કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા આજકાલ સામાન્ય બની રહી છે. યુવાનો પણ તેનાથી બાકી રહ્યા નથી. વાસ્તવમાં આજના વ્યસ્ત જીવનમાં યુવાનોની જીવનશૈલી ખોટી દિશામાં જઈ રહી છે. ખાણીપીણીની ખોટી આદતો, સ્ટ્રેસ, મોડું સૂવું, કસરત ન કરવી વગેરેના કારણે પણ યંગસ્ટર્સ હાઈપરટેન્શનનો શિકાર બની રહ્યા છે. તેમાંથી માનસિક તણાવ સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે આજે હાઈપરટેન્શનની સમસ્યા મોટાભાગે ડિપ્રેશનના દર્દીઓમાં જોવા મળે છે. હાઈપરટેન્શનને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે.

આ સ્થિતિમાં બ્લડ પ્રેશર વધી જાય છે. જેના કારણે કિડની, હૃદય અને શરીરના અન્ય અંગોને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. હાઈપરટેન્શનને સાયલન્ટ કિલર પણ કહેવાય છે. કારણ કે તેના લક્ષણો શરૂઆતના દિવસોમાં દેખાતા નથી. આજે આ લેખમાં અમે તમને હાઈપરટેન્શનના કેટલાક સામાન્ય લક્ષણો જણાવવા જઈ રહ્યા છીએ.

શું તમે જાણો છો હાયપરટેન્શનના લક્ષણો ?

WHO અનુસાર હાઈપરટેન્શનથી પીડિત લોકોમાં કોઈ લક્ષણો નથી. જોકે હાઈ બ્લડપ્રેશરને કારણે માથાનો દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી, છાતીમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. રોગને ઓળખવાની શ્રેષ્ઠ રીત એ છે કે પરીક્ષણ કરાવવું. કારણ કે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો કિડનીની બીમારી, હૃદયરોગ અને સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે.

ગંભીર માથાનો દુખાવો

  • છાતીમાં દુખાવો
  • ચક્કર
  • શ્વાસ લેવામાં તકલીફ
  • ઉબકા
  • ઉલટી
  • ચિંતા કરવી
  • નબળી દૃષ્ટિ
  • મૂંઝવણ
  • કાનમાં ગૂંજવું
  • નાકમાંથી રક્તસ્ત્રાવ

હાયપરટેન્શનના કારણો શું હોઇ શકે ?

  • અસ્વસ્થ આહાર, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ.
  • હાયપરટેન્શનનું સૌથી મોટું કારણ માનસિક તણાવ છે.
  • મીઠાનું વધુ પડતું સેવન કરવું.
  • સ્થૂળતામાં સતત વધારો.
  • ધૂમ્રપાન અને દારૂ પણ આ રોગના મુખ્ય કારણો છે.
  • પરિવારમાં હાયપરટેન્શનનો ઇતિહાસ.

વધુ વાંચો : ડાયટ ડાયટ કરીને વધારે પડતાં ફ્રૂટ ખાતા હોય તો ચેતજો, ફાયદાના બદલે થશે આટલા નુકસાન

હાયપરટેન્શનથી કઈ રીતે બચી શકાય ?

  • તમારા આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. મીઠું મર્યાદિત માત્રામાં જ ખાઓ.
  • દરરોજ યોગ કે કસરત કરો. આ સિવાય ચાલવાનું ભૂલશો નહીં. જેથી વજન નિયંત્રણમાં રહે છે.
  • તણાવથી બચવા માટે ધ્યાન, પ્રાણાયામ અથવા ઊંડા શ્વાસ લેવાની કસરત કરો.
  • આજથી જ ધૂમ્રપાન અને દારૂ પીવાનું બંધ કરો.
  • દરરોજ આઠ કલાકની ઊંઘ જરૂરી છે. સ્ક્રીન પર વધુ સમય પસાર કરવાનું ટાળો.
  • ડૉક્ટર દ્વારા નિયમિત ચેકઅપ કરાવો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hypertension high blood pressure stress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ