બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયટ ડાયટ કરીને વધારે પડતાં ફ્રૂટ ખાતા હોય તો ચેતજો, ફાયદાના બદલે થશે આટલા નુકસાન
Last Updated: 09:29 AM, 8 December 2024
આમ તો ફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે સારું જ છે પણ કોઈપણ વસ્તુ તેની માત્રા કરતાં વધારે પ્રમાણમાં ખાવાથી નુકસાન કરે છે તો જો તમે પણ ડાયટના ચક્કરમાં વધારે પડતાં ફ્રૂટ ખાતા હોવ તો તેમાં રહેલું ફ્રૂકટોઝ મોટાપા, દાંતમાં ઇન્ફેકશન અને પાંચનમાં ગરબડનું કારણ બની શકે છે. એટલે વજન ઉતારવા માટે ખાલી ફ્રૂટ ખાવાને બદલે સંતુલિત આહાર લેવો જોઈએ.
ADVERTISEMENT

શું કહે છે એક્સપર્ટ?
ADVERTISEMENT
એક એક્સપર્ટના મતે અમુક લોકો વજન ઉતારવા માટે વધારે ફ્રૂટનું સેવન કરે છે એમ વિચારીને કે તેનાથી જલ્દી વજન ઓછુ થશે પણ આમ કરવાની એક્સપર્ટ ક્યારેય સલાહ આપતા નથી, તો એવું માનવામાં આવે છે કે વધારે પડતાં ફળોના સેવનથી નુકસાન થાય છે અને તેમાં રહેલું ફ્રૂકટોઝ વજન વધારે છે.
વધારે ફળ ખાવાથી શું થાય છે?
ADVERTISEMENT

જરૂરતથી વધારે ફળ ખાવાથી સોજો, ઝાડા અને પાચનમાં ગરબડ થઈ શકે છે. ફળોમાં ફાઈબર અને નેચરલ સુગર હોય છે જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે, એટલું જ નહીં પરંતુ ફળમાં રહેલું નેચરલ એસિડ અને સુગર દાંતમાં તકલીફ આપે છે અને દાંત ખરાબ કરી શકે છે. તો તેમાં રહેલું નેચરલ સુગર શરીરમાં બ્લડ સુગર લેવલને વધારી શકે છે, આથી જેને ડાયાબિટીઝ હોય તેમણે પણ ફળનું સેવન ઓછું કરવું જોઈએ.
ADVERTISEMENT

વધુ વાંચો:
ADVERTISEMENT
તને નથી ખાતા ને આ 5 દવા! દરરોજ લેવાથી ભૂલવાની બીમારી 'ડિમેંશિયા'નો ખતરો
કેટલા ફળ ખાવા જોઈએ?
ADVERTISEMENT
એક્સપર્ટના મત મુજબ એક દિવસમાં માત્ર 4-5 જ ફળ ખાવા જોઈએ. ફળો સાથે શાક, અનાજ, કઠોળનો પણ સમાવેશ કરવો જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.