બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / health benefits of reverse walk daily 10 20 minutes can provide relief heal pain

આરોગ્ય ટિપ્સ / ખૂબ સીધા ચાલ્યા, હવે ઉલટું ચાલવાનું શરૂ કરો, વૃદ્ધાવસ્થામાં પણ નહીં પડો બીમાર

Arohi

Last Updated: 08:59 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits of Reverse Waking: નિયમિત એક્સરસાઈઝ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓને દૂર કરે છે. તેમાંથી એક એક્સરસાઈઝ ચાલવાની પણ છે. આ એક્સરસાઈઝને કરવા માટે કોઈ ખાસ જગ્યા કે કોઈ પ્રકારના ખર્ચા કરવાની જરૂર નથી પડતી.

  • નિયમિત ચાલવું છે ખૂબ જ ફાયદાકારક 
  • ઊંધા ચાલવાના સ્વાસ્થ્યને થાય છે ઘણા ફાયદા 
  • વૃદ્ધા વસ્તામાં પણ નહીં પડો બીમાર 

નિયમિત ચાલવાના ફાયદા તો તમે જાણતા જ હશે પરંતુ શું તમે રિવર્સ વોકિંગના ફાયદા જાણો છો? જી હાં, ઊંઘા ચાલવું ખૂબ જ સરસ કાર્ડિયો વર્કઆઉટમાંથી એક છે. 10-20 મિનિટ સુધી રિવર્સ વોક કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ ઠીક રહે છે. આવો જાણીએ રિવર્સ વોક કરવાના બીજા પણ ઘણા ચમત્કારી લાભ વિશે. 

સ્વાસ્થ્ય રહે છે ફિટ
રિપોર્ટ અનુસાર સ્વાસ્થ્ય માટે વોક કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ વોક કરવાથી ફિટનેસ સારી રહે છે અને બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. અઠવાડિયામાં અમુક દિવસો 10-20 મિનિટ સુધી ઉંધા ચાલવા એટલે કે રિવર્સ વોકિંગ કરવાથી તમારૂ શરીર અને મગજ તેજ થઈ શકે છે. 

મસલ્સ રહે છે મજબૂત 
તેનાથી તમારા મસલ્સ મજબૂત થાય છે અને મગજને અલગ અલગ રીતથી ધ્યાન કેન્દ્રીત કરવામાં સરળતા હોય છે. પાછળની બાજુ ચાલવાથી તમને પોતાના પગની સહનશક્તિ અને એરોબિક ક્ષમતામાં ઝડપથી સુધાર કરવામાં મદદ મળી શકે છે. 

એનર્જી વધે છે
ઊંધા ચાલવાથી આપણા શરીરની ઉર્જાનું સ્તર વધી જાય છે. આમ કરવાથી શરીરનું મેટાબોલિઝમ પણ ઈમ્પ્રૂવ થઈ જાય છે. જો તમે રોજ સિંપલ વોક કરીને બોર થઈ ગયા છો તો રિવર્સ વોકિંગ કરવાનું શરૂ કરી શકો છો. તેનાથી ફિઝિકલ જ નહીં પરંતુ મેન્ટલ હેલ્થ પણ સારી થઈ જાય છે. જે લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા છે તેમને ઉધા ચાલવાથી ઊંઘ સારી આવે છે. 

વધુ વાંચો: સવારે વહેલાં ઊઠવામાં પડે છે તકલીફ? અપનાવી જુઓ આ સરળ ટિપ્સ

મેન્ટલ હેલ્થમાં સુધાર 
રિવર્સ વોક કરવાથી ઓવરઓલ મેંટલ હેલ્થમાં સુધાર થાય છે. આ પ્રેક્ટિસ તમને પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર પગ મુકવા માટે પ્રેરિત કરે છે. ઊંધા ચાલવાથી તમારા વિચારવાની ક્ષમતા તેજ થઈ જાય છે અને કોન્ગિટિવ કંટ્રોલ વધી જાય છે. તેને આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી આપણી ઈંદ્રિયો તેજ થાય છે અને શરીર અને મગજનું બેલેન્સ સારૂ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ