બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પ્રોટીનનો પાવરહાઉસ પીળી મગની દાળ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ નથી પરંતુ એના સેવનથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મેગ્નીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફૉલેટ, કૉપર, ઝિંક અને વિટામિન્સથી ભરપૂર મગની દાળનું સેવન શરીરમાં તમામ પોષક તત્વોની ખામીને પૂરી કરી શકે છે.
મગની દાળનું પાણી બનાવવાની રીત
પીળી મગની દાળનું પાણી બનાવવા માટે 2 કપ પાણી ગરમ કરો. હવે એમા મગની દા, થોડું મીઠું નાંખીને 2 3 સીટી મારો, કારણ કે દાળ સારી રીતે બફાય. ત્યારબાદ દાળને ક્રશ કરીને પાણીની સાથે એનું સેવન કરો.
ADVERTISEMENT

કેમ ફાયદાકારક છે મગ દાળનું પાણી?
મગના એક કપ પાણીમાં 212 કેલોરીઝ, 14 ગ્રામ પ્રોટીન, 15 ગ્રામ ફાયબર, 1 ગ્રામ ફેટ, 4 ગ્રામ ખાંડ, 321 માઇરક્રોગ્રામ ફૉલેટ, 97 મિ.લી. મેગ્નેશિયમ, 7 મિ.લી ઝિંક, 55 મિ.લી કેલ્શિયમ હોય છે. સાથે જ એમા વિટામીન બી 1, બી5, બી6, થિયામિન, રેજિસ્ટેન્ટ સ્ટાર્ચ અને ડાયટરી ફાયબર પણ હોય છે, જેનાથી તમે ઘણી બીમારીઓથી બચેલા રહે છે.
ADVERTISEMENT
ચલો તો હવે જણાવીએ મગની દાળનું પાણી પીવાથી તમને શું શું ફાયદો મળે છે...
ડેન્ગીથી બચાવ
આજકાલ ડેન્ગીની સમસ્યા ખૂબ જ જોવા મળે છે. એવામાં મગની દાળનું પાણી પીવું તમારા માટે ફાયદાકારક હોઇ શકે છે. એનાથી ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે અને તમે એનાથી બચેલા રહો છો.
ADVERTISEMENT

ઝડપથી ફેટ બર્ન કરે
જો તમે વજન ઊતારવા ઇચ્છો છો તો દરરોજ એનું સેવન કરો. એમાં કેલેરી ઓછી અને ફાઇબર વધારે હોય છે. ડેનાથી તમારી ભૂખ કંટ્રોલ રહે છે. સાથે જ આ મેટાબૉલિઝમને પણ બૂસ્ટ કરે છે.
ADVERTISEMENT
પેટ માટે ફાયદાકારક
મગની દાળ સરળતાથી પચી જાય છે અને એને ખાવાથી ગેસ, એસિડીટી વગેરેની સમસ્યા પણ થતી નથી.
સ્કીન પર આવે છે ગ્લો
મગની દાળના પાણીમાં સાઇટ્રોજન હોય છે જે શરીરમાં કોલેજન અને એલાસ્ટિન બનાવી રાખે છે. એનાથી ઉંમરની અસર, જલ્દીથી ચહેરા પર જોવા મળે છે.
ADVERTISEMENT

ડાયાબિટીસમાં ફાયદાકારક
એનાથી બૉડીમાં ઇન્સુલિનના લેવલને વધારવામાં મદદ મળે છે.આ ઉપરાંત એને ખાવાથી બ્લડ ગ્લૂકોઝ કંટ્રોલ રહે છે જેનાથી ડાયાબિટીસને મેનેજ કરવામાં મદદ મળે છે.
બાળકો માટે હેલ્ધી
મગનમી દાળમાં ઘણા પ્રકારના મિનરલ્સ મળી આવે છે, જ બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દાળનું પાણી સરળતાથી પચી જાય છે. આ પાણીથી બાળકની ઇમ્યૂન પાવર વધારવાની સાથે જ આ રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.