બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / hdfc q4 net profit falls company declares rs 21 share dividend

રિપોર્ટ / HDFCના નફામાં 22 ટકાનો ઘટાડો, આટલા રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું એલાન

Published By: Mehul

Last Updated: 10:50 PM, 25 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ લોન આપનારી કંપની એચડીએફસી લિમિટેડે પોતાની ત્રિમાસિક રિપોર્ટ રજૂ કરી દીધી છે. 31 માર્ચે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીના શુદ્ધ નફામાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ત્રિમાસિક ગાળામાં નફો ઘટીને 2233 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે તેની તુલનામાં ગત વર્ષે આ ત્રિમાસિક ગાળામાં જ કંપનીને 2862 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

  • હોમ લોન આપનારી કંપની એચડીએફસી લિમિટેડે પોતાની ત્રિમાસિક રિપોર્ટ રજૂ કરી
  • 31 માર્ચે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીના શુદ્ધ નફામાં 22 ટકાનો ઘટાડો

21 રૂપિયા પ્રતિ શૅર ડિવિડેન્ડનું એલાન

ત્રિમાસિક રિપોર્ટ જાહેર કરવાની સાથે એચડીએફસીના બોર્ડે ડિવિડન્ડ આપવાનું એલાન કર્યું છે. કંપનીએ 21 રૂપિયા પ્રતિ શૅર હિસાબે ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે ગત વર્ષે આ ત્રિમાસિક ગાળામાં કંપનીનું ડિવિડન્ડ ઇનકમ 537 કરોડ રૂપિયા હતું જે આ વખતે માત્ર 2 કરોડ રૂપિયા રહ્યું. આ દરમિયાન રોકાણ વેચવાથી કંપનીને 2 કરોડ રૂપિયાનો નફો થયો છે. જે ગત વર્ષે આ ત્રિમાસિક ગાળામાં 321 કરોડ રૂપિયા હતો. 

કોરોના વાયરસની કંપની પર અસર

કંપનીનું કહેવું છે કે કોરોના વાયરસને કારણે તેને આ વખતે 1274 કરોડ રૂપિયાની જોગવાઇ કરવી પડી છે. એક વર્ષ પહેલા આ ત્રિમાસિક ગાળામાં કંપનીએ 398 કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી. આખા નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો કંપનીને 17,770 કરોડ રૂપિયાનો નફો થયો છે. એચડીએફસીના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ આવક 11,982 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા 11,587 કરોડ રૂપિયા રહી હતી. 

31 માર્ચ  2020 સુધી એચડીએફસીની ગ્રોસ નોન પર્ફોમિંગ લોન 8908 કરોડ રૂપિયા હતી. તે કંપનીના લોન પોર્ટફોલિયોના 1.99 ટકા છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે નેટ ઇન્ટરેસ્ટ ઇનકમમાં 17 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

National News Profit Share Dividend કોરોના વાયરસ Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ