બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / HDFC increases retail prime lending rate on housing loans by 50 bps

ગ્રાહકોને નિરાશા / ઘર ખરીદવાનું મોંઘું થયું ! જાણીતી પ્રાઈવેટ બેન્કે મહિનામાં ચોથી વાર વધાર્યાં હોમ લોનના રેટ

Hiralal

Last Updated: 10:37 PM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HDFCએ એક મહિનામાં ચોથી વાર હોમ લોનના વ્યાજદરમાં વધારો કરીને ગ્રાહકો માટે ઘર ખરીદવાનું મોઘું કરી મૂક્યું છે.

  • HDFCએ ઘર ખરીદવું મોંઘુ કર્યું
  • એક મહિનામાં ચોથી વાર વધાર્યાં હોમ લોનના રેટ 
  • રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો 

આરબીઆઈના રેપો રેટ વધારા બાદ બધી બેન્કો હોમ લોનના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. હોમ લોનના વ્યાજ દરમાં વધારો થવાની ગ્રાહકોએ ઘર ખરીદવા વધારે પૈસા ચુકવવા પડશે જે સરવાળે તેમનું બજેટ બગાડી મૂકશે. 

રીટેલ પ્રાઈમ લેન્ડીંગ રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો

પ્રાઈવેટ સેક્ટરની જાણીતી બેન્ક HDFCએ એક મહિનામાં ચોથી વાર હોમ લોનના રેટમાં વધારો કર્યો છે. ગુરુવારે HDFCએ રીટેલ પ્રાઈમ લેન્ડીંગ રેટ (RPLR) માં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. 

ક્યારે ક્યારે કેટલો વધારો
આ પહેલા HDFCએ  2 મેના રોજ 5 બેસિક પોઈન્ટ, 9 મેના દિવસે 30 બેસિસ પોઈન્ટ, 1 જૂને 5 બેસિક પોઈન્ટ તથા હવે એટલે કે 9 જુને 50 બેસિક પોઈન્ટનો વધારો કરી દીધો છે. 

કોટક મહિંન્દ્રા બેન્ક સેવિંગ્સ એકાઉન્ટ અને FD પર વધાર્યાં વ્યાજ દર 
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ફરી રેપો રેટમાં વધારો કર્યા બાદ હવે બેન્કોએ પણ વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે ગુરુવારે બચત ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પરના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.બેંકે 50 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટવાળા બચત ખાતા પર વ્યાજ દર 3.5 ટકાથી વધારીને 4 ટકા કરી દીધો છે. જો કે વ્યાજનો આ નવો દર 13 જૂન 2022થી લાગુ થશે. બેંકોના વ્યાજદરમાં વધારો થવાથી પરંપરાગત સાધનોમાં રોકાણ કરતા રોકાણકારોને મોટો ફાયદો થશે. કોટક મહિન્દ્રા બેંકે 50 લાખ રૂપિયાથી ઓછી ડિપોઝિટવાળા બચત ખાતા પર વ્યાજ દર યથાવત રાખ્યા છે. 
એફડીના નવા વ્યાજ દર 10 જૂને લાગુ થશે
બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં 10 થી 15 બેસિસ પોઇન્ટ એટલે કે 0.10 ટકાથી 0.15 ટકાનો વધારો કર્યો છે. બેંકના નવા વ્યાજદર 10 જૂન 2022થી લાગુ થશે. બેંકે 1 વર્ષથી વધુ સમય માટે 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. 365 દિવસથી 389 દિવસ સુધી પાકતી એફડી પર વ્યાજ દર 5.40 ટકાથી વધારીને હવે 5.50 ટકા કરવામાં આવ્યો છે. જો કે 390 દિવસની મેચ્યોરિટીવાળી ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર 5.5 ટકાથી વધારીને 5.65 ટકા કરવામાં આવ્યો છે.

કેનેરા બેન્ક અને કરૂર વૈશ્ય બેન્કે પણ વધાર્યાં વ્યાજદર 
કેનેરા બેન્ક, એચડીએફસી બેન્ક અને કરૂર વૈશ્ય બેન્કે પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. તેના કારણે EMIમાં વધારો થશે. કેનેરા બેન્કે જણાવ્યું કે નવા વ્યાજદરો સાત જૂનથી પ્રભાવી છે. કેનેરા બેન્કે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. ત્યાં જ કરૂર વૈશ્ય બેન્કે બેન્ચમાર્ક પ્રાઈઝ લેન્ડિંગ રેટ્સને 0.40 ટકા વધારી છે. HDFCએ પણ પોતાના MCLRમાં 0.35 ટરા વધારો કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ