ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મતદાર યાદી રિવિઝનને લઈને ECની નોટિસ મળી હોય તો શું કરવું? જાણો સંપૂર્ણ માહિતી
5 ફોટો ગેલેરી
Last Updated: 05:12 PM, 22 September 2026
1/5
દિલ્હીમાં મતદાર યાદીના સુધારાની પ્રક્રિયા હાલમાં ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી પંચે આગામી ચૂંટણીઓ પહેલાં યાદીને વધુ ચોક્કસ બનાવવા માટે આશરે 33 લાખ મતદારોને નોટિસ મોકલી છે. આ યાદીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ સીડીએસ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અને લાલકૃષ્ણ અડવાણીના પરિવારજનો જેવા અનેક મહત્વના નામો પણ સામેલ છે.
2/5
જેથી મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે સ્પષ્ટ કર્યું છે કે, આ નોટિસોનો હેતુ ડેટા સુધારવા અને વેરીફીકેશન કરવાનો છે. આશરે 13.79 લાખ મતદારોનો ડેટા 2002ની અગાઉની SIR સાથે મેળ ખાતો નથી. આથી તેમને ‘અનમૅપ્ડ’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. બાકીના 19.33 લાખ મતદારોના નામ, ઉંમર કે સરનામામાં અમુક તાર્કિક અસંગતતા જણાઈ છે. તેને ‘લોજિકલ ડિસ્ક્રેપન્સી’ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
3/5
4/5
જો તમને આવી નોટિસ મળી હોય તો ગભરાવાની જરૂર નથી. પહેલા નોટિસ પરનું નામ, EPIC નંબર, ભાગ નંબર અને કારણ સારી રીતે ચેક કરો. ત્યારબાદ ERO સમક્ષ હાજર થવાની તારીખ, સમય અને સ્થળ નોંધી લો. જરૂરી ડોક્યુમેન્ટની સેલ્ફ-એટેસ્ટેડ કૉપી સાથે રજૂ કરો. આધાર કાર્ડ, પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, 1 જુલાઈ 1987 પહેલાના સરકારી કે બેંક દસ્તાવેજો, 10મા-12માનું સર્ટિફિકેટ, સરકારી/પેન્શનર આઈડી કાર્ડ કે કાયમી નિવાસ પ્રમાણપત્ર જેવા કોઈ પણ ડોક્યુમેન્ટ સ્વીકાર્ય હોય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ