બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરમાં ઓચિંતી ઇમરજન્સી આવી છે? તો હવે કઇ રીતે ખરીદશો ટ્રેન ટિકિટ
Last Updated: 01:32 PM, 5 September 2025
જીવન કશું જ નક્કી નથી, ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવીને ઊભી રહી શકે છે. ક્યારેય અચાનક પરિવારમાં કોઈ મુશ્કેલી આવી જાય તો આપણે તરત જ મુસાફરી કરી જે તે જગ્યાએ પહોંચવાની ફરજ પડતી હોય છે. એવામાં સૌથી મોટી ચિંતા એ થતી હોય છે કેવી રીતે મુસાફરી કરીને પહોંચવું. અનેક વખત પરિસ્થિતિ એવી હોય છે કે રેલવે સ્ટેશન પહોંચતા પહેલા ટિકિટ ખરીદવાનો મોકો નથી મળતો. આ સ્થિતિમાં અમુક વખત ઓનલાઈન પણ ટ્રેનની ટિકિટ મળતી નથી.
ADVERTISEMENT
આવા ઇમરજન્સી સમયે સ્થિતિ મુશ્કેલ બની જતી હોય છે. આ સ્થિતિમાં લોકો સમયના અભાવે પરેશાન થઈ જતા હોય છે. એવામાં સવાલ થાય કે, ઇમરજન્સીની સ્થિતિમાં ટિકિટ વગર મુસાફરી કરી શકાય? શું એના માટે કોઈ ઓપ્શન છે? ચાલો જાણીએ કે ઇમરજન્સીમાં ટિકિટ ખરીદ્યા વગર તમે કેવી રીતે મુસાફરી કરી શકો છો.
ADVERTISEMENT
જો કોઈના ઘરે અચાનક ઇમરજન્સી આવી જાય અને ટ્રેન ટિકિટ ખરીદવાનો સમય ન બચે તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને પણ ટ્રેનમાં ચઢી શકો છો. જે રેલવેના નિયમો હેઠળ માન્ય છે. પરંતુ આમાં એક શરત છે કે ટ્રેનમાં ચઢ્યા બાદ તમારે તરત જ TTE ને મળવું પડશે. અને તમારે તેમને ઇમરજન્સીની સ્થિતિ વિશે જણાવવું પડશે.
આ કિસ્સામાં TTE તમારી પાસેથી ટિકિટના પૈસા લેશે અને જે દંડ હશે તેને ઉમેરીને તમારી ટિકિટ બનાવી આપશે. જેનાથી તમારી મુસાફરી વેલિડ ગણાશે અને તમારે કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પરંતુ ધ્યાનમાં રાખવુ કે આ પદ્ધતિ માત્ર ઇમરજન્સી સ્થિતિમાં જ અપનાવવી. જો તમે જાણી જોઈને ખોટું બોલીને આમ કરો છો તો તમારે દંડ ભરવો પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમારે ઇમરજન્સીમાં મુસાફરી કરવી પડે અને રિઝર્વેશન મેળવવા માટે સમય વધ્યો ન હોય તો જનરલ ટિકિટ એક બેસ્ટ ઓપ્શન છે. રેલવે દરેક ટ્રેનમાં જનરલ કોચની સુવિધા પૂરી પાડે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ રિઝર્વેશન વગર મુસાફરી કરી શકે છે. એના માટે તમારે સ્ટેશન પર પહોંચી જનરલ ટિકિટ લેવી પડશે. તમે તેને મોબાઇલ એપ પરથી પણ ખરીદી શકો છો. જનરલ ટિકિટ પર મુસાફરી કરવાથી કોઈ પણ દંડનો ડર નથી રહેતો. જો કે તેમાં ભીડ વધુ હોય છે અને તમે લાંબા અંતર માટે મુસાફરી કરવાના હોય તો ભીડના કારણે પરેશાની પણ વેઠવી પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.