બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
9 ધારાસભ્યોએ સમર્થન આપવાની જાહેરાત કરી
હરિયાણામાં બહુમતના આંકડાથી દૂર જોવા મળી રહેલી ભારતીય જનતા પાર્ટીને નિર્દળીય ધારાસભ્યોનો સાથ મળ્યો છે. ભાજપને હરિયાણામાં માત્ર 40 સીટો મળી હતી અને 6 સીટો ખૂટતી હતી. પરંતુ શુક્રવાર બપોર સુધી 9 ધાસાભ્યોએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે, એટલે કે હવે મનોહર લાલ ખટ્ટરની પાસે કુલ 498 ધારાસભ્યોનો સાથ મળ્યો છે. જે બહુમતના આંકડાથી ખૂબ વધારે છે.
ગુરુવારે રાતે હરિયાણામા પાંચ નિર્દળીય ધારાસભ્યોના ભાજર કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને હરિયાણા ભાજપના પ્રભારી અને મહાસચિવ અનિલ જૈન સાથે મુલાકાત કરી હરિયાણાામાં ભાજપ ને સમર્થન આપવા મહોર લગાવી દીધી છે. ત્યારબાદ બાકીના ધારસભ્ય પણ ભાજપની સાથે આવ્યા અને પોતાના સમર્થન આપવાની ચિઠ્ઠી આપીૉ. મનોહર ખટ્ટર દિવાળી બાદ સીએમ પદના શપથ લઇ શકે છે.
ADVERTISEMENT

ભાજપે સમર્થન પોતાના નામે કર્યું
ગુરુવાર બપોરના પરિણામ બાદથી જ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં લાગી ગઇ છે. ભાજપને 6 ધારાસભ્યો ખૂટતા હતા અને નિર્દળીયોના નંબર કુલ સાત હતા. એમાંથી ચાર તો ભાજપના જ બળવાખોર ધારાસભ્ય હતા, એવામાં 24 કલાકની અંદર ભાજપે એમનું સમર્થન પોતાના નામે કરી લીધું છે.
ADVERTISEMENT
હરિયાણામા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શુક્રવારે નવી દિલ્હી રવાના થયા અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. આ દરમિયાન હરિયાણા ચૂંટણીના પરિણામ પર ચર્ચા થઇ. હરિયાણા ભવનમાં મનોહર ખટ્ટરે નિર્દળીય ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી.
ના બની શકી કોંગ્રેસની સરકાર
ગુરુવારે પરિણામ દરમનિયાન જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં ટક્કર ચાલી રહી હતી, ત્યા સુધી સમય એવો પણ આવ્યો હતો જ્યારે કોંગ્રેસ સરકાર બનાવવાની આશા રાખી રહી હતી. કોંગ્રેસ અને ભાજપની વચ્ચે સરકાર બનાવવાની વાત ચાલી રહી હતી. , જેજેપીએ કોંગ્રેસને સમર્થન આપવાની વાત કહી હતી. પરંતુ બદલામાં મુખ્યમંત્રી પદ માગી લીધું હતું, પરંતુ બાદમાં સ્થિતિ બદલાઇ ગઇ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.