ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / થોડા દિવસો એલિયન પૃથ્વીને પકડી પાડશે, નજીક આવી રહ્યું છે સ્પેસશટલ, વૈજ્ઞાનિકોનો મોટો ધડાકો

ખગોળ / થોડા દિવસો એલિયન પૃથ્વીને પકડી પાડશે, નજીક આવી રહ્યું છે સ્પેસશટલ, વૈજ્ઞાનિકોનો મોટો ધડાકો

Published By: Hiralal Parmar

Last Updated: 11:19 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ એલિયનને લઈને એક મોટો ધડાકો કર્યો છે જે જાણીને આખી દુનિયાના લોકો હેરતમાં મૂકાયા હતા.

ADVERTISEMENT

એલિયન હંમેશા ચર્ચાનો વિષય રહ્યાં છે. હાવર્ડના વૈજ્ઞાનિકોએ હવે એલિયનને લઈને એક મોટો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકો માની રહ્યાં છે કે એક રહસ્યમયી વસ્તુ, જે એલિયન અવકાશયાન, પૃથ્વી તરફ આવી રહ્યું છે. 12 માઈલ પહોળો આ પદાર્થ સોલર સિસ્ટમના સીધા માર્ગ પર છે જે 19 ડિસેમ્બર 2025ના દિવસે પૃથ્વી નજીક પહોંચશે અને પછી ત્યાં લટાર મારશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ અવકાશયાન એલિયનનું હોઈ શકે છે જે દૂર દૂરના ગ્રહ પરથી આવ્યાં હોઈ શકે છે.

અવકાશયાનની 6 ખાસિયત

હાવર્ડના વૈજ્ઞાનિકોએ રહસ્યમયી પદાર્થની 6 ખાસિયત પણ જણાવી છે જે જાણીને દંગ રહી જશો.

(1) તે એક લઘુગ્રહ બનવા માટે ખૂબ મોટો છે, સરેરાશ કરતા મોટો છે.

(2) યુરોપિયન સ્પેસ એજન્સી અને હબલ સ્પેસ ટેલિસ્કોપના મતે તે લગભગ 130,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યું છે. નાસાએ પણ કહ્યું કે તે સોલર સિસ્ટમનો સૌથી ઝડપી વિઝિટર છે.

(3) તેને અટકાવવું મુશ્કેલ છે

(4) તે શુક્ર, મંગળ અને ગુરુ ગ્રહની નજીકથી પસાર થઈ રહ્યું છે જેના કારણે તેનો માર્ગ મેપિંગ મિશન જેવો લાગે છે. કુદરતી રીતે આવું થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

(5) મનુષ્યો તેને જોઈ શકશે નહીં કારણ કે તેની સૌથી નજીક આવતાની સાથે, સૂર્ય પૃથ્વી અને એટલાસની વચ્ચે હશે.

એલિયનના 6000 ગ્રહો મળ્યાં

નાસાએ તાજેતરમાં પુષ્ટિ આપી છે કે આપણા સૌરમંડળની બહાર તારાઓની પરિક્રમા કરતા જાણીતા એક્ઝોપ્લેનેટ, એલિયન ગ્રહોની કુલ સંખ્યા 6,000 ના પ્રભાવશાળી સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે. આ નાસા સ્પેસ ટેલિસ્કોપ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય દ્વારા દાયકાઓના કોસ્મિક સંશોધનને પ્રતિબિંબિત કરે છે. આ સત્તાવાર ગણતરી કેલિફોર્નિયાના પાસાડેનામાં કેલ્ટેકના IPAC ખાતે નાસા એક્સોપ્લેનેટ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (NExScI) દ્વારા કરાઈ હતી. આ ગ્રહો એક મોટા સ્ટારની ફરતે પરિક્રમા કરી રહ્યાં છે. નાસાના વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે એલિયન ગ્રહોમાં કેટલાક લાવાથી ઢંકાયેલા છે જ્યારે કેટલાક વાદળોથી બનેલા છે આ તમામ સોલર સિસ્ટમની બહાર છે.

વધુ વાંચો : VIDEO : 'ચાલ 5000 આપું' રેસ્ટોરેન્ટની બહાર બેઠેલી છોકરીને શખ્સે કરી ઓફર, પછી જોવાય નહીં તેવું બન્યું

પૃથ્વી નજીક કે તેની પર આવીને શું કરશે એલિયન?

વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે પૃથ્વી નજીક કે તેની પર આવીને એલિયન લટાર મારશે અને બની શકે કે પૃથ્વીની એક ચોક્કસ જગ્યાએ ઉતરી પણ શકે જોકે લોકોને દેખાય તેવી બહુ ઓછી શક્યતાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

alien spacecraft news alien alien spacecraft

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ