બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'ચાલ 5000 આપું' રેસ્ટોરેન્ટની બહાર બેઠેલી છોકરીને શખ્સે કરી ઓફર, પછી જોવાય નહીં તેવું બન્યું
Last Updated: 07:52 AM, 23 September 2025
ઉત્તર પ્રદેશના આગ્રાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાનું ખુલ્લેઆમ છેડતી કરવામાં આવી હતી અને બંદૂકની અણીએ તેની સાથે શારીરિક સંબંધ બનાવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના એક રેસ્ટોરન્ટની બહાર બની હતી જ્યાં યુવતી તેના દોસ્ત સાથે બેઠી હતી. આ દરમિયાન, આરોપી શ્યામવીર સિંહ (એક્કેસ્ડ શ્યામવીર સિંહ એરેસ્ટ) તેની પાસે આવ્યો અને તેને બળજબરીથી પોતાની સાથે આવવા કહ્યું.
ADVERTISEMENT
उत्तर प्रदेश में सड़कों पर महिलाएं कितनी सुरक्षित है देखिए
— Madan Mohan Soni (@madanjournalist) September 21, 2025
आगरा में रेस्टोरेंट के बाहर तमंचा दिखाकर एक व्यक्ति ने युवती के साथ अश्लील हरकत की कोशिश की। पीड़िता अपने दोस्त के साथ वहां खड़ी थी।
आरोपी ने युवती को जबरन अपने साथ ले जाने के लिए 5000 रुपये की पेशकश की। जब युवती ने साफ… pic.twitter.com/KVEGgIn9Pj
યુવાને 5000ની ઓફર કરી
ADVERTISEMENT
યુવાને યુવતીને પોતાની સાથે આવવા માટે 5000ની ઓફર કરી હતી. જોકે યુવતીએ તેનો સખત વિરોધ કર્યો ત્યારે આરોપીએ અશ્લીલ ઈશારા કર્યાં હતા અને પિસ્તોલ પણ કાઢી હતી આ બધું કરવા છતાં પણ યુવતીએ શખ્સનો જોરદાર સામનો કર્યો હતો. આ દરમિયાન, પસાર થતા લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ADVERTISEMENT
આરોપીની 24 કલાકમાં ધરપકડ
વીડિયો સામે આવતાની સાથે જ આગ્રા પોલીસ એક્શનમાં આવી ગઈ અને 24 કલાકની અંદર આરોપી શ્યામવીર સિંહની ધરપકડ કરી લીધી. પોલીસે ગુનામાં વપરાયેલી કાર અને લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલ પણ જપ્ત કરી લીધી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.