બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harshad Ribadia joined BJP with supporters

BIG NEWS / અંતે હર્ષદ રિબડીયાએ સમર્થકો સાથે કર્યા કેસરિયા, કહ્યું 'મને કોઈ રૂપિયાની ઓફર નથી થઈ'

Dhruv

Last Updated: 01:24 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ વિસાવદરના કોંગ્રેસના MLA પદેથી રાજીનામું આપનારા હર્ષદ રિબડીયાએ આજે કમલમ ખાતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.

  • હર્ષદ રિબડીયા સમર્થકો સાથે ભાજપમાં સામેલ
  • કોંગ્રેસના અન્ય કેટલાક આગેવાનો પણ ભાજપમાં જોડાયા
  • મને કોઈ રૂપિયાની ઓફર નથી થઈ: હર્ષદ રિબડીયા

હર્ષદ રિબડીયાએ કોંગી નેતાની સાથે પોતાના સમર્થકો તથા કોંગ્રેસના અન્ય કેટલાક આગેવાનો સાથે ભાજપમાં જોડાયા છે. તેઓની સાથે વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવાલીયા અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયાએ પણ કેસરિયો ધારણ કરી લીધો છે. આ પહેલા ખેડૂત નેતા હર્ષદ રિબડીયા કમલમ પોતાના સમર્થકો સાથે ખેતર ખેડવાનું હળ લઈને પહોંચ્યા હતા. આ સાથે હર્ષદ રિબડીયાના ભાજપમાં જોડાતાની સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરની બેઠક પરથી તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે તેવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે. તેઓએ ભાજપમાં જોડાતા સમયે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, 'મને કોઈ રૂપિયાની ઓફર નથી થઈ.'

ગઇકાલે ઉદયસિંહ ચૌહાણે પણ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું

ઉલ્લેખનીય છે કે, વિસાવદરના MLA પદેથી હર્ષદ રિબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગઇકાલે બાલાસિનોરના નેતા ઉદયસિંહ ચૌહાણે પણ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ કોંગ્રેસ છોડીને ગોપાલ ઇટાલિયાના હસ્તે AAPનો ખેસ ધારણ કરીને આપમાં જોડાયા હતા. જોકે હવે જોવાનું એ રહ્યું કે, આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડશે?

કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે: સુખરામ રાઠવા

તમને જણાવી દઇએ કે, હર્ષદ રિબડીયાના રાજીનામાને લઇને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ગઇકાલે VTV NEWS સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, 'હર્ષદ રિબડીયાનું રાજીનામું કોંગ્રેસ માટે આંખ ઉઘાડવાની ઘટના છે. કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસ મોવડી મંડળ સાથે ચર્ચા કરવામાં આવશે. ભાજપ અમારા સભ્યને સાથે રાખીને બેઠકો જીતી રહી છે. ભાજપના નેતામાં વહીવટ ન થતો હોવાથી કોંગ્રેસના સભ્યોને ભાજપ લઇ રહ્યું છે.'

કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે: હર્ષદ રિબડીયા

હર્ષદ રિબડીયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે,  ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપુ છું. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ. કોંગ્રેસમાં એકલા હાથે લડવું પડે,ક્યાંય કોઇ મદદ ન મળે અમને, વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં છે,પદયાત્રા દક્ષિણ ભારતમાં યોજે છે. પદયાત્રાની જરૂર ગુજરાતમાં છે. પ્રભારી રાજસ્થાનથી મુકાયા હતા ત્યાં સ્થિતી બગડી. પ્રભારીઓ ગુજરાતથી રાજસ્થાન ચાલ્યા ગયા છે. કોંગ્રેસ સાવ દિશાહીન થઇ ગઇ છે. હું હજુ કોઇ પક્ષ સાથે નથી જોડાયો, મેં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. મારા વિસ્તારના આગેવાન,મતદારને પુછવાનું છે. છેવાડાની વ્યક્તિનો અવાજ બને તે પક્ષ સાથે હું જોડાઇશ. પક્ષ છોડવું તે ગદ્દારી નથી. મારા વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કર્યો છે. આ મારા અંતરઆત્માનો અવાજ છે.

જુઓ કોંગ્રેસ સાથે કેવી રહી હર્ષદ રિબડીયાની સફર?

  • 1995માં વિસાવદર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા
  • 2007 વિસાવદર ધારાસભાની સીટ પરથી પ્રથમવાર ચૂંટણી લડ્યા અને હાર્યા
  • 2007માં રીબડીયાની ભાજપના કનું ભલાળા સામે 4300 મતે હર થઈ
  • 2014માં ફરી ભાજપના ઉંદવાર ભરત પટેલ ની સામે 10,000 મતે જીત મેળવી
  • 2017માં ફરી કોંગ્રેસમાંથી વિસાવદર વિધાનસભા બેઠકમાં ભાજપના કિરીટ પટેલ ની સામે 23,000 મતે જીત મેળવી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ