બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બેંકના બાબુઓની હર્ષ સંઘવીએ ઝાટકણી કાઢી, તમારી બેદરકારીનાં કારણે કરોડો રૂપિયાનું નુકસાન

ઝાટકણી / બેંકના બાબુઓની હર્ષ સંઘવીએ ઝાટકણી કાઢી, તમારી બેદરકારીનાં કારણે કરોડો રૂપિયાનું નુકસાન

Last Updated: 06:56 PM, 2 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં આયોજીત આ કાર્યક્રમમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ પર હર્ષ સંઘવીએ નારાજગી વ્યક્ત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ગુજરાતે લીડ લીધી હતી. રાજ્યના બેન્કિંગ નેટવર્ક પૈકી 56 ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવા કરશે પરિણામલક્ષી કામગીરી કરી હતી. 1930 હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં બેન્કના સહયોગથી પોલીસે 100 ટકા રકમ ફ્રીઝ કરી હતી.

હર્ષ સંઘવીએ નારાજગી વ્યક્ત કરી

ગાંધીનગરમાં આયોજીત આ કાર્યક્રમમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ પર હર્ષ સંઘવીએ નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ તરફથી માહિતી અપાયા બાદ પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ થવામાં વિવિધ કારણોસર મોડું થતું હોવાનું જણાવ્યું હતું. દરેક બેન્કમાં સાયબર ફ્રોડમાં કેસ માટે નોડલ અધિકારી નિમવા માટેની સલાહ આપી હતી. નોડલ અધિકારી સાયબર ફ્રીડનો કોલ મળતા તમામ કામ પડતા મૂકી એકાઉન્ટ ફ્રીઝ કરે તેવી ભલામણ કરી હતી. સ્ટેટ લેવલની ગૃહ વિભાગ, બેન્કર્સ અને પોલીસની એક કો ઓડીનેશન કમિટી બનાવવા આદેશ અપાયો હતો.

3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું સન્માન

શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187 મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2025 ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

બેકિંગ ક્ષેત્રે ક્રાંતિ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે, દેશમાં બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ પૂરતી જ સીમિત હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે.

ગુજરાતે બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત લીડર

દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં આજે ગુજરાતે લીડ લીધી છે. આજે રાજ્યનું બેન્કિંગ નેટવર્ક ૧૧,૦૦૦ શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી 56 ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. આ વિશાળ બેન્કિંગ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે. જે સાબિત કરે છે કે, રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: સચિન GIDC નજીકની સોસાયટીના મકાનમાં ફ્લેશ ફાયર થતા અફરાતફરી, 4 લોકો દાઝ્યાં

સાયબર સિક્યુરિટી સૌથી મોટો પડકાર

હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા કહ્યું હતું કે, સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રાજ્યના 1930 હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેન્કોની સહાયથી 100 ટકા રકમ ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી.

બેંકના કર્મચારી એલર્ટ રહે તે જરૂરી

ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ક્રાઇમની 100 ટકા રકમ બ્લોક કરીને ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે. 1930 પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેન્કોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવા માટે પણ નાયબ મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી, જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની મૂળીને સુરક્ષિત કરી શકાય.

એક મેનેજરનું ઉદાહરણ આપ્યું

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના એક જાગૃત બેન્ક મેનેજરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, તાજેતરમાં જ અમદાવાદના એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા. આ વૃદ્ધ સાયબર ઠગોથી ડરીને પોતાની જીવનભરની કમાણી રૂ. ૪૫ લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી અને ત્યારબાદ આ રકમ કોઈ બીજા ખાતામાં RTGS કરવા તેઓ બેંકમાં પહોંચ્યા હતા.

મેનેજરના કારણે વૃદ્ધનાં લાખો રૂપિયા બચી ગયા

આ બેન્કના સતર્ક મેનેજર જયેશ ગાંધીને કઈક અજુગતું લાગતા તેમણે વૃદ્ધ વ્યક્તિ પાસેથી એફ.ડી તોડવા અને આટલી મોટી રકમ તાત્કાલિક બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો કર્યા હતા. વૃદ્ધ સાથે વાત કર્યા બાદ ડિજિટલ એરેસ્ટનો કિસ્સો ધ્યાને આવતા મેનેજરએ ડરી ગયેલા વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી હતી અને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો હતો.

બેંકનો દરેક કર્મચારી સતર્ક બને તો ફ્રોડ નાબુદ થઇ જાય

રાજ્યની દરેક બેન્કનો દરેક કર્મચારી જો આટલી સતર્કતાથી અને માનવીય અભિગમ સાથે કામ કરશે, તો ચોક્કસપણે ગુજરાતમાં સાયબર ગુનાઓને ઘટાડવામાં રાજ્ય સરકારને સફળતા મળશે, તેમ સંઘવીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસે કોવિડ મહામારી દરમિયાન આર્થિક સંકળામણમાં નાગરિકોને સહાયરૂપ થયેલી બેન્કોની કામગીરીની સરાહના કરી હતી. આ ઉપરાંત તેમણે સ્વામિત્વ યોજના જેવી વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને વધુ સાર્થક અને ઝડપી બનાવવા માટે લીડ લઈને જરૂરી સહયોગ આપવા તમામ બેન્કોને અનુરોધ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vtv digital Harsh Sanghvi slams bank bosses crores of rupees lost due to bank negligence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ