ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સચિન GIDC નજીકની સોસાયટીના મકાનમાં ફ્લેશ ફાયર થતા અફરાતફરી, 4 લોકો દાઝ્યાં

બનાવ / સચિન GIDC નજીકની સોસાયટીના મકાનમાં ફ્લેશ ફાયર થતા અફરાતફરી, 4 લોકો દાઝ્યાં

Published By: Vishal Khamar

Last Updated: 11:24 AM, 2 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત સચિન જીઆઈડીસીમાં આવેલ બરફની ફેક્ટરીની પાસે એક ઘરમાં ફ્લેશ ફાયર થતા ત્રણ મહિલાઓ ગંભીર રીતે દાઝી જવા પામી હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ADVERTISEMENT

સુરત શહેરના સચિન વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત બન્યો હતો. સચિન જીઆઈડીસી પાસે આવેલી બરફની ફેક્ટરીની નજીક આવેલ ગુરુકૃપા સોસાયટીના એક ઘરમાં અચાનક ફ્લેશ ફાયરની ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ છે.

સ્થાનિક રહેવાસીઓએ આપેલી માહિતી મુજબ, ઘરમાં ગેસ સંબંધિત કોઈ ટેક્નિકલ ખામી કે લીકેજને કારણે અચાનક આગના લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ ઝડપથી ફેલાતા ઘરમાં હાજર મહિલાઓને બચવાનો સમય મળ્યો નહીં.

  • દાઝેલા લોકોમાં 19 વર્ષીય રિન્કી હરિભાઈ પોલાઇ
  • 22 વર્ષીય ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ,
  • 26 વર્ષીય સાલુબેન રામકુમાર મોહન,
  • હરિ ઓમ સુરેન્દ્ર યાદવ
  • એકની હાલત ગંભીર

આ પણ વાંચોઃ શું ઈન્ફ્લુએન્સરને નિયમો નથી લાગુ પડતા? એકતા સોઢાના દ્વારકાધીશ મંદિરના વાયરલ વીડિયો પર મોટો પ્રશ્ન

ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી

ઘટનાની જાણ મળતા જ સચિન ફાયર વિભાગ તરત જ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો. ફાયર ટીમે તરત જ ઇજાગ્રસ્ત મહિલાઓને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડી હતી. હાલ ત્રણેય મહિલાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ અંગે ડૉક્ટરો સતત મોનીટરીંગ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં ફ્લેશ ફાયરનું સચોટ કારણ બહાર આવ્યું નથી, પરંતુ ફાયર વિભાગ અને પોલીસ વિભાગે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Fire Surat News Surat Sachin GIDC

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ