Harish Parmar, 25, of Vanzaria village in Kheda Kapadvanj, martyred in Jammu and Kashmir
અમર જવાન /
એ વતન તેરે લિયે...જમ્મુ કાશ્મીરમાં ગુજરાતનો જવાન શહીદ, ગામ આખું હિબકે ચડ્યું
Team VTV09:42 PM, 16 Oct 21
| Updated: 10:20 PM, 16 Oct 21
કપડવંજના વણઝારીયા ગામના 25 વર્ષીય હરીશ પરમાર આતંકવાદી સામે લડતા લડતા જમ્મુ કાશ્મીરના પૂછ ખાતે શહીદ થયા છે.
કપડવંજના વણઝારીયા ગામના આર્મી જવાન જમ્મૂમાં શહીદ
પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડાણમાં શહીદ
25 વર્ષીય હરીશ પરમાર આતંકવાદી સામે લડતા થયા શહીદ
ગુજરાતે આજે એક સપૂત ખોયો છે, ગુજરાતે આજે એક વિર જવાન ખોયો છે. દેશની રક્ષા કાજે આજે ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાને શહીદી વહોરી તિરંગાનું કફન ઓઢી લીધૂ છે. 25 વર્ષીય હરીશ પરમાર પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડાણમાં શહીદ થતાં દેશ સહિત ગુજરાતભરમાં શોકની લાગણી છવાઈ છે.
જવાન હરીશ પરમાર આતંકવાદી સામે લડતા થયા શહીદ
દેશની સુરક્ષા કરવાની નેમ લઈ આર્મી સાથે જોડાયેલા 25 વર્ષીય હરીશ પરમારનું જમ્મુ કાશ્મીરના પૂંછમાં પોસ્ટિંગ હતું. જે દરમિયાન આતંકવાદી સાથે અથડામણમાં ગુજરાતે વીરજવાન હરીશ પરમારને ખોયા છે. 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા જૂવાનધોધ ગુજરાતના દીકરાએ સામી છાતીએ આતંકીઑ સામનો કર્યો હતો. મેં રહું યા ના રહુ ભારત યે રહેના ચાહિએની કડીને સાર્થક કરી પોતાના જીવનને ભારત માતા માટે ખપાવી દીધું છે. હાલ પરિવારને શહીદ થયાની જાણ કરી દેવામાં આવી છે. અને પાર્થિવ શરીરને ગુજરાત લાવવાની તજવીજ ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહી છે.
2500ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોક મગ્ન
ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાન હરીશ પરમારની શહીદીના સમાચાર મળતા પરિવાર સહિત 2500ની વસ્તી ધરાવતું ગામ શોક મગ્ન થયું છે. હરીશ પરમારના પરિવારજનો પોંક મૂકી રડી રહ્યા છે. ગામલોકો સહિત આસપાસના વિસ્તારના લોકો પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી રહ્યા છે.અને પરિવાર સાથે દૂ:ખની ઘડીમાં સાથ આપી રહ્યા છે દિલાસો આપી રહ્યા છેઃ સાથેજ ભારત માતા કી જય અને અમર જવાન હરીશ પરમાર શહીદ રહોના નારા લાગી રહ્યા છે.