બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya ruled out of New Zealand Test series

ક્રિકેટ / ટીમ ઇંડિયાને લાગ્યો ઝટકોઃ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી આ ખેલાડી થયો બહાર

Divyesh

Last Updated: 02:56 PM, 1 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. હાર્દિક પંડયા રાષ્ટ્રીય ક્રિકેટ સંઘ (NCA) પ્રમુખ ફિજિયો આશિષ કૌશિક સાથે લંડન જવા રવાના થઇ ગયો છે. જ્યાં સ્પાઇનલ સર્જન ડૉકટર જેમ્સ આલીબોન પાસે ઇજા અંગે તપાસ કરશે.

  • ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટેસ્ટ શ્રેણીમાંથી થયો બહાર
  • ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
  • હાર્દિક પંડયા પ્રમુખ ફિજયો સાથે લંડન જવા રવાના

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 21 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. જો કે હજુ સુધી ટેસ્ટ સ્કવૉડ અંગે જાહેરાત કરવામાં આવી નથી. 
 

બીસીઆઇ દ્વારા જણાવામાં આવ્યું છે કે હાર્દિક પંડયા જ્યાં સુધી સંપૂર્ણ ફીટ થશે નહીં ત્યાં સુધી NCA માંજ રહેશે. હાર્દિક પંડયા હજુ સુધી પોતાની ઇજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. 
 

સર્જરી બાદ ટીમ ઇંડિયામાં વાપસીને લઇને પ્રયત્ન કરી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હાલમાં જ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો હતો. જેના કારણે તેનો ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 અને વન ડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા નહોતો. 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની મુકાબલો 21 ફેબ્રુઆરીના રોજ વેલિંગ્ટન અને બીજી 29 ફેબ્રુઆરીના રોજ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. હાર્દિક પંડયા ઇજાગ્રસ્તના કારણે દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇંડિઝ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણીમાં રમી શક્યો નહોતો. જો કે આશા હતી કે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ફીટ થઇ જશે,  જો કે હજુ તેને સમય લાગશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Hardik pandya New Zeland ક્રિકેટ ન્યૂઝીલેન્ડ હાર્દિક પંડયા Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ