બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandya and krunal pandya donates 200 oxygen concentrators india rural areas ipl india covid-19
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાયરસ મહામારીએ ફરી એકવાર ભયાનક રૂપ લીધું છે અને આખા દેશની વિરુદ્ધમાં લડાઇ લડી રહ્યું છે. આ સમયે અનેક ક્રિકેટ ખેલાડીઓએ સામે આવીને મદદની જાહેરાત કરી છે. આ વખતે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાએ ફેન્સનું દિલ જીત્યું છે. તેઓએ ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સીજન કંસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે.

ADVERTISEMENT
શું કહ્યું આ ખેલાડીઓએ
તેઓએ કહ્યું છે કે અમે ચિકિત્સા કર્મચારીઓ, જરૂરી સેવાઓ સાથેના કર્મચારીઓ અને સાથે વ્યક્તિઓનો આભાર માનીએ છીએ જે મુશ્કેલ સમયમાં મદદનો હાથ લંબાવી રહ્યા છે. કુણાલ, હું અને મારી મા, મૂળ રીતે અમારો પરિવાર મદદ કરવાની કોશિશ કરી રહ્યા હતા. અમે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સીજન કંસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે. મને લાગે છે કે ચિકિત્સા ક્ષેત્રને મદદની જરૂર છે. હાર્દિકે કહ્યું કે અમે સમજીએ છીએ કે મુશ્કેલ સમય છે અને અમે અમારી કૃતજ્ઞતા, સમર્થન દેખાડવા ઇચ્છીએ છીએ. દરેકને કહેવા ઈચ્છીએ છીએ કે તેઓ અમારી પ્રાર્થનામાં સામેલ છે.
સચિન તેંડુલકરે આપ્યું 1 કરોડ રૂપિયાનું દાન
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે કોરોનાના દર્દીઓ માટે ઓક્સીજન કંસંટ્રેટર ખરીદવા માટે સરકારને 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ સિવાય શિખર ધવન અને ઉનાદકટ પણ દાન કરી ચૂક્યા છે.
ADVERTISEMENT

વિદેશી ખેલાડી પણ કરી ચૂક્યા છે મદદ
ઓસ્ટ્રેલિયાઈ બોલર પેંટ કમિં, અને તેના દેશના પૂર્વ દિગ્ગજ ગેંદબાજ બ્રેટ લી પણ ભારતને માટે દાન કરી ચૂક્યા છે. કમિંસે કોરોનાથી મદદ માટે ભારતને 37 લાખ રૂપિયા તો લીએ ભારતને 41 લાખ રૂપિયાની મદદ કરી છે. આ સિવાય પંજાબ કિંગ્સના બેટ્સમેન નિકોલસ પૂરને પણ આઈપીએલની કમાણીનો કેટલોક ભાગ ભારતને માટે દાન કરવાની જાહેરાત કરી છે.
દિલ્હી અને રાજસ્થાનનું જવાબદારી ભર્યું પગલું
દિલ્હી કેપિટલ્સે કોરોના મહામારીની વિરોધમાં દિલ્હીની લડાઈમાં મદદ માટે દોઢ કરોડ રૂપિયાની મદદ કરી છે. આ રૂપિયા જરૂરી ચિકિત્સા, ઓક્સીજન સિલિન્ડર અને કોવિડ કિટ ખરીદવામાં ઉપયોગમાં લેવાશે. તો રાજસ્થાનની ટીમે 7.5 કરોડની મોટી રકમ દાનમાં આપવાની જાહેરાત કરી છે જેનાથી દેશભરના કોરોના દર્દીને રાહત મળી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.